Amitabh Bachchan On Maldives   :  માલદીવ વિવાદમાં અમિતાભ બચ્ચન પણ કૂદયા , કહી દીધી જોરદાર વાત  

0
435
Amitabh Bachchan On Maldives
Amitabh Bachchan On Maldives

Amitabh Bachchan On Maldives   :  માલદીવ અને લક્ષદ્વીપનો મુદ્દો જોર પકડી રહ્યો છે. અત્યાર સુધી અનેક ફિલ્મી હસ્તીઓ આ વિવાદ પર પોતાનો અભિપ્રાય આપી ચૂકી છે. હવે અમિતાભ બચ્ચને માલદીવ અને લક્ષદ્વીપ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. અમિતાભ બચ્ચને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનું X પર એક ટ્વિટ શેર કર્યું છે. આ સાથે તેણે આ મામલે પોતાનો અભિપ્રાય પણ આપ્યો છે.

1 7

Amitabh Bachchan On Maldives    : લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચે વિવાદનો મામલો ગરમાયો છે. અત્યાર સુધી, ફિલ્મોથી લઈને ક્રિકેટ જગત સુધી, ઘણા સેલેબ્સે લક્ષદ્વીપ માટે પોતાનું સમર્થન દર્શાવ્યું છે. આ યાદીમાં અમિતાભ બચ્ચનનું નવું નામ સામેલ થયું છે.

બિગ બીની ગણતરી એવા સેલેબ્સમાં થાય છે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. બ્લોગ લેખનથી લઈને ઈન્સ્ટાગ્રામ સુધી અમિતાભ બચ્ચન દરેક પ્લેટફોર્મ પર તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. હવે તેમણે માલદીવ વિરુદ્ધ લક્ષદ્વીપના હોટ ટોપિક પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

sahevag

Amitabh Bachchan On Maldives   : બિગ બીએ સેહવાગની વાતને આપ્યું સમર્થન

અમિતાભ બચ્ચને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનું એક ટ્વિટ X પર શેર કર્યું છે. જેમાં તેણે ભારતના અનેક અલગ-અલગ બીચની તસવીરો શેર કરી અને માલદીવના કટાક્ષને આપત્તિમાં એક અવસર ગણાવ્યો. સેહવાગે ટ્વીટ કરીને કહ્યું કે  ભારત સરકાર આ સમગ્ર મામલામાં બોધપાઠ લઈને પ્રવાસન ક્ષેત્રે થોડો સુધારો કરીને ભારતની અર્થવ્યવસ્થાને મોટો વેગ આપી શકે છે.

Amitabh Bachchan On Maldives    : અમિતાભ બચ્ચને શું કહ્યું?

amitabh

અમિતાભ બચ્ચન વીરેન્દ્ર સેહવાગ સાથે સંમત થયા અને કહ્યું, “વીરુ પાજી… આ ખૂબ જ જરૂરી છે. અને આ ભારતની જમીન માટે યોગ્ય છે..આપણી પોતાની વસ્તુઓ શ્રેષ્ઠ છે… હું લક્ષદ્વીપ અને અંદમાન ગયો છું અને તે અદ્ભુત છે. ત્યાં સુંદર જગ્યાઓ છે. પાણીની વચ્ચે અને પાણીની અંદરનો અનુભવ એકદમ અવિશ્વસનીય છે. આપણે ભારત છીએ, આપણે આત્મનિર્ભર છીએ.  

તમે આ પણ વાંચી શકો છો

સરસ્વતી દેવી : રામ મંદિર માટે ૩૦ વર્ષથી મૌન, હવે તૂટશે મૌન


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.