India America tread deal: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં એક મોટો વળાંક આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતાના પરિણામે થયેલી ટ્રેડ ડીલ હેઠળ, અમેરિકાએ ભારત પર લાદેલી ૨૫% પેનલ્ટી ટેરિફ પરત ખેંચવાનો અને વસૂલાયેલી રકમ રિફંડ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ભારતીય નિકાસકારોને અંદાજે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો થવાની અપેક્ષા છે.

India America tread deal: કેમ લાગી હતી પેનલ્ટી અને હવે શું થશે?
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત દ્વારા રશિયા પાસેથી સસ્તું ખનીજ તેલ ખરીદવાના નિર્ણયથી નારાજ થઈ અમેરિકાએ સજા સ્વરૂપે ભારત પર ૨૫% વધારાનો પેનલ્ટી ટેરિફ લાદ્યો હતો. હવે નવી સમજૂતી મુજબ:
- ટેરિફમાં ઘટાડો: અમેરિકાએ મૂળ ટેરિફ દર ૫૦% થી ઘટાડીને ૧૮% કર્યો છે.
- રિફંડની જાહેરાત: ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ થી ૬ ફેબ્રુઆરી ૨૦૨૬ વચ્ચે ભારતમાંથી થયેલી આયાત પર જે ૨૫% પેનલ્ટી વસૂલાઈ હતી, તે હવે રિફંડ કરવામાં આવશે.
- ૪૦,૦૦૦ કરોડની રાહત: ભારતની અમેરિકામાં નિકાસનો ૬૦% હિસ્સો ટેરિફના દાયરામાં છે, જેના આધારે આ મોટી રકમ ભારતીય વેપારીઓને પરત મળશે.
India America tread deal: ભારત પર નજર રાખવા ‘ટાસ્ક ફોર્સ’ની રચના
ટ્રેડ ડીલના ભાગરૂપે ભારત ફરીથી રશિયા પાસેથી ખનીજ તેલની આયાત શરૂ ન કરે તેની દેખરેખ માટે ટ્રમ્પે ત્રણ મંત્રીઓની એક હાઈ-લેવલ ટાસ્ક ફોર્સ બનાવી છે. જો ભારત ફરી રશિયન તેલ ખરીદશે, તો આ ટાસ્ક ફોર્સ ફરીથી પેનલ્ટી લાદવાની ભલામણ કરી શકે છે. દરમિયાન, ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત હવે ઈરાનને બદલે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે.
India America tread deal: ખેડૂતોના હિતો સુરક્ષિત: પિયૂષ ગોયલ અને શિવરાજ સિંહ
વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું કે આ ડીલથી ભારતીય ખેડૂતોની આવક વધશે કારણ કે અમેરિકી બજાર હવે તેમના માટે ખુલ્લું છે. બીજી તરફ, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું કે ભારતીય ખેડૂતોને નુકસાન થાય તેવી ચીજો જેવી કે અનાજ, બટાકા, ડુંગળી અને કઠોળના આયાત પર અમેરિકાને કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.
India America tread deal: સૌથી ઓછો ટેરિફ ધરાવતા દેશોમાં ભારત સામેલ
ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું કે, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મિત્રતાને કારણે આજે ભારત એવા દેશોની યાદીમાં સામેલ થયું છે જેમના પર અમેરિકા સૌથી ઓછો ટેરિફ વસૂલે છે. આ કરાર બંને દેશોના આર્થિક સંબંધોમાં એક નવા યુગની શરૂઆત છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




