ચીનમાં ફેલાતા ‘રહસ્યમય ન્યુમોનિયા’ના કેસ પર ભારત એલર્ટ, જાણો સમગ્ર મામલો

0
102
H9N2
H9N2

કોરોના બાદ હવે ચીનમાં એક નવી બીમારી ફેલાઈ રહી છે. આ કારણે મોટી સંખ્યામાં લોકો ‘રહસ્યમય ન્યુમોનિયા’ જેવી બીમારીથી પીડિત છે, જેમાં બાળકોની સંખ્યા ઘણી વધારે છે, જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ નવી બીમારીને કોરોના સાથે કોઈ સંબંધ છે કે નહીં. ચીનમાં આ રોગ ફેલાયા બાદ ભારત સરકાર પણ સાવચેતીના પગલાં લઈ રહી છે. H3N2 અને H1N1 ને બદલે H9N2 નું પણ પરીક્ષણ કરવું જોઈએ. ટેસ્ટથી ખબર પડશે કે તે કેવા પ્રકારની પેટર્ન છે. બિમારી અથવા મૃત્યુદર પણ જોવાની જરૂર છે.

H9N2 Chin

સિવિલમાં કોવિડ સમકક્ષ તૈયારીઓ કરવામાં આવી
ચીનમાં ફેલાયેલા ભેદી રોગ (રહસ્યમય ન્યુમોનિયા) બાદ ભારત સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઝરીને અનુસંધાને રાજ્ય સરકારે પરિપત્ર હેઠળ રાજ્યની તમામ જાહેર હોસ્પિટલોને સજ્જ રહેવા સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યની હોસ્પિટલો અને ખાસ કરીને અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ કહેવાતી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર કોવિડ સમકક્ષ તૈયારીઓ કરવામાં આવી છે. જેથી ભારત કે, ગુજરાતમાં ચીનનો ભેદી રહસ્યમય ન્યુમોનિયા રોગ પ્રવેશ કરે કે તુરંત દર્દીને સારવાર મળી રહે અને જીવનો ખતરો ન રહે.

બાળકો માટે બેડ આરક્ષિત રાખવામાં આવ્યા છે :

કોરોના કાળ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં ખાસ 1200 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ હતી. રાજ્ય સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે તે મુજબ 1200 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન બેડ સજ્જ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 500થી વધુ વેન્ટિલેટર કાર્યરત સ્થિતિમાં છે. મહત્વનું છે કે, ચીનમાં હાલમાં જે ગંભીર રોગ ફેલાઈ રહ્યો છે. તેમાં બાળકો સપડાઈ રહ્યા છે. જેને પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે બાળકો માટે 300 બેડ આરક્ષિત રાખવામાં આવ્યા છે.

1200 બેડ હોસ્પીટલમાં ઓક્સિજન ટેન્ક સજ્જ :
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ એ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કોવિડની પિક દરમિયાન ઓક્સિજનની બે ટેન્ક લગાવવામાં આવી હતી. ચીનમાં આવેલા ભેદી રોગબાદ આ બંને ટેન્કની હાલની કાર્યક્ષમતા ચકાસવા હોસ્પિટલ તંત્ર દ્વારા ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે એડવાઈઝરી જાહેર કર્યા બાદ બે દિવસ અગાઉ બંને ટેન્ક કાર્યરત છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક સંપૂર્ણ પણે કાર્યરત છે.