IND vs SL :   શનિવારથી ભારત – શ્રીલંકા સીરીઝનો પ્રારંભ, નવા હેડ કોચ ગૌતમ ગંભીરની પ્રથમ પરીક્ષા  

0
397
IND vs SL
IND vs SL

IND vs SL :   ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઇ રહી છે.  ભારત માટે મુખ્ય કોચ ગૌતમ ગંભીર આ શ્રેણી સાથે તેમના કાર્યકાળની શરૂઆત કરશે, જ્યારે ટીમ આ ફોર્મેટના નવા કેપ્ટન સૂર્યકુમારના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે.

IND vs SL

IND vs SL :    T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા પછી, નિયમિત કેપ્ટન રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિશ્વકપ બાદ ભારત શુભમન ગીલના નેતૃત્વમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયું હતું, પરંતુ હવે ટીમ સિનિયર ખેલાડીઓ સાથે શ્રીલંકાના પ્રવાસે પહોંચી છે. જેમાં સૂર્યકુમાર ટીમની કમાન સંભાળતા જોવા મળશે, જ્યારે શુભમન ગીલ વાઇસ-કેપ્ટનની ભૂમિકામાં  ટીમમાં હશે.

IND vs SL :    સેમસન કે પંત, ટીમ મેનેજમેન્ટ કોને પસંદ કરશે?

ભારતીય ક્રિકેટ ટીમના નવનિયુક્ત મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં અનુભવી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને સંજુ સેમસન વચ્ચે પસંદગી કરવી પડકારજનક રહેશે. ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીને બાદ કરતાં ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમના મોટાભાગના ખેલાડીઓ શ્રીલંકા પ્રવાસ પર આવી ચૂક્યા છે અને આવી સ્થિતિમાં પંત અને સેમસન વચ્ચે પસંદગી કરવી સરળ નહીં હોય. કારણ કે તે બંને આક્રમક વિકેટકીપર બેટ્સમેન છે. ભારતીય બેટિંગ ક્રમમાં બે જગ્યાઓ ખાલી હોવા છતાં બેટ્સમેન તરીકે બેમાંથી કોઈને પણ મેદાનમાં ઉતારવું આસાન નહીં હોય.

IND vs SL :    સેમસનને T20 વર્લ્ડ કપમાં રમવાની તક મળી ન હતી

IND vs SL

પંતે ગયા મહિને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં 171 રન બનાવ્યા હતા. બીજી તરફ સેમસન ટીમનો ભાગ હોવા છતાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ શ્રેણી ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ બની ગઈ છે કારણ કે મુખ્ય કોચ તરીકે ગંભીરની આ પ્રથમ શ્રેણી છે જ્યારે ટીમના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે.

આપણે ગંભીરના ભૂતકાળના રેકોર્ડ પર નજર કરીએ તો તે નિશ્ચિત છે કે ટીમ કમ્પોઝિશનમાં તેના ઇનપુટને વધુ મહત્વ આપવામાં આવશે. જ્યારે પંત ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ઘાયલ થયા બાદ ટીમની બહાર હતો ત્યારે ઈશાન કિશન, સેમસન, જીતેશ શર્મા અને ધ્રુવ જુરેલને વિકેટકીપર બેટ્સમેન તરીકે અજમાવવામાં આવ્યા હતા.

IND vs SL

IND vs SL :    જો આપણે પંત અને સેમસનના આંકડાઓ પર નજર કરીએ તો તેઓ એકદમ સમાન દેખાય છે. સેમસને અત્યાર સુધીમાં 28 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેણે 133ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. જેમાંથી તેણે 2020 પછી 27 મેચ રમી છે, જ્યારે તેણે 2015માં આ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતે સ્વીકાર્યું કે તેની 21.14ની સરેરાશ તેની ક્ષમતાને અનુરૂપ નથી.

બીજી તરફ, પંતે અત્યાર સુધીમાં 74 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેણે 127ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તેની એવરેજ 22.70 છે. આ બેમાંથી કોની પસંદગી કરવી તે મોટાભાગે ટીમ મેનેજમેન્ટની વિચારસરણી પર નિર્ભર રહેશે. જ્યાં સુધી રોહિત શર્માની વાત છે, તેને પંત પર પૂરો વિશ્વાસ હતો અને આ જ કારણ હતું કે T20 વર્લ્ડ કપ દરમિયાન ટીમનો ભાગ હોવા છતાં સેમસન વિશે કોઈ ચર્ચા થઈ ન હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો