IND vs ENG, 4 Test  :  આર્મીમેનના દીકરા જુરેલે દેશની ઈજ્જત બચાવી, બીજી ઇનિંગમાં અશ્વિને ઇગ્લેન્ડના ૨ ખલાડી કર્યા પેવેલિયન પરત  

0
98
IND vs ENG, 4 Test
IND vs ENG, 4 Test

IND vs ENG, 4 Test: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 307 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ધ્રુવ જુરેલ સદી ચૂકી ગયો હતો. તેણે 149 બોલનો સામનો કરીને 90 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન ધ્રુવે 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. કુલદીપ યાદવ 131 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ફોર ફટકારી હતી. આ પહેલા યશસ્વીએ 117 બોલમાં 73 રન બનાવ્યા હતા.

IND vs ENG, 4 Test

IND vs ENG, 4 Test  : ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ લીધી. તેણે 44 ઓવરમાં 119 રન આપ્યા હતા. ટોમ હાર્ટલીએ 27.2 ઓવરમાં 68 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેમ્સ એન્ડરસને પણ 2 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં 46 રનની લીડ મળી હતી.

IND vs ENG, 4 Test

IND vs ENG, 4 Test : જુરેલને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું

IND vs ENG, 4 Test : ત્રીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 307 રનમાં સમેટાઈ ગયો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 353 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ 46 રનની લીડ સાથે બીજા દાવમાં ઉતરી છે. જે સમાચાર લખાય છે ત્યાં સુધી તેની 20 રનમાં 2 વિકેટ  ગુમાવી દીધી હતી. ભારત તરફથી ધ્રુવ જુરેલે સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. તે સદી ચૂકી ગયો અને 10મી વિકેટ તરીકે આઉટ થયો. તેને ટોમ હાર્ટલીએ ક્લીન બોલ્ડ કર્યો હતો. મેદાન પર હાજર દર્શકો અને ડ્રેસિંગ રૂમમાં હાજર ભારતીય ખેલાડીઓએ જુરેલને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

IND vs ENG, 4 Test

આજે ભારતે સાત વિકેટે 219 રનથી રમવાનું શરૂ કર્યું હતું અને 88 રનમાં બાકીની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આજે ભારતને પહેલો ઝટકો કુલદીપ યાદવના રૂપમાં લાગ્યો હતો. કુલદીપ 28 રન બનાવીને આઉટ થયો હતો. તેણે જુરેલ સાથે 76 રનની ભાગીદારી કરી હતી. આ પછી આકાશ દીપ બેટિંગ કરવા આવ્યો અને જુરેલ સાથે 40 રનની ભાગીદારી કરી. આકાશ નવ રન બનાવીને આઉટ થયો હતો. શોએબ બશીરે આ બંનેને પેવેલિયનમાં મોકલીને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પ્રથમ વખત પાંચ વિકેટ ઝડપી હતી. જુરેલ છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો હતો.

IND vs ENG, 4 Test

IND vs ENG, 4 Test : કેપ્ટન રોહિત શર્મા બે રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલે યશસ્વી જયસ્વાલ સાથે 82 રનની ભાગીદારી કરી હતી. રજત પાટીદાર ફરી એકવાર નિષ્ફળ ગયો અને માત્ર 17 રન બનાવી શક્યો. રવિન્દ્ર જાડેજા 12 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતને એન્ડરસને પેવેલિયન મોકલ્યો હતો. જ્યારે શુભમન, રજત અને જાડેજાને શોએબ બશીરે પેવેલિયન મોકલ્યા હતા. આ દરમિયાન યશસ્વીએ તેની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી અડધી સદી ફટકારી હતી. જોકે, તે 73 રન બનાવીને બશીરનો શિકાર બન્યો હતો. સરફરાઝ 14 રન અને અશ્વિન એક રન બનાવીને આઉટ થયો હતો. આ બંનેને હાર્ટલીએ આઉટ કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બશીરે પાંચ અને હાર્ટલીએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે જેમ્સ એન્ડરસનને બે વિકેટ મળી હતી.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.