IND-PAK MATCH : ભારત-પાકિસ્તાન મેચ પર આતંકીઓનો ડોળો, મેચમાં હુમલો કરવાની આપી ધમકી, અમેરિકાએ કહ્યું અમે સંપૂર્ણ તૈયાર    

0
356
IND-PAK MATCH
IND-PAK MATCH

IND-PAK MATCH :  આગામી 9 જૂનના રોજ ટી20 વર્લ્ડ કપ 2024માં ન્યૂયોર્ક શહેરમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે મહામુકાબલો રમાવાનો છે. આ મેચની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આ મેચ પહેલા એક મોટા સમાચાર મળી રહ્યા છે. માહિતી મળી રહી છે કે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં એક્ટિવ આતંકી સંગઠન આઈએસઆઈએસ-ખુરાસન (ISIS-K) એ ભારત-પાક મેચમાં હુમલાની ધમકી આપી છે.

IND-PAK MATCH

ISIS ખોરાસાને ધમકીભર્યો વીડિયો જાહેર કરીને ભારત-પાકિસ્તાનની મેચ પર ‘લોન વુલ્ફ’ એટેક કરવાની ધમકી આપી છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 9 જૂને ન્યૂયોર્કના આઈઝનહોવર પાર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હુમલાની ધમકી બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

IND-PAK MATCH :   કાઉન્ટી પ્રમુખે શું કહ્યું?

IND-PAK MATCH

કાઉન્ટી ચીફ બ્રુસ બ્લેકમેને કહ્યું કે અમે ખાતરી કરીએ છીએ કે અમે દરેક સંભવિત પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ. આ માટે અમે અનેક સાવચેતીનાં પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે અમે દરેક ધમકીને ગંભીરતાથી લઈએ છીએ. દરેક ધમકી માટે સમાન પ્રક્રિયા છે. અમે જોખમને ઓછું આંકતા નથી. અમે અમારા બધા પુરાવાઓની તપાસ કરીએ છીએ.

IND-PAK MATCH :   ભારત અને પાકિસ્તાનની તમામ મેચ અમેરિકામાં યોજાશે

IND-PAK MATCH


T-20 વર્લ્ડ કપમાં દરેક 5 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા પણ આ ગ્રુપમાં છે. ભારત અને પાકિસ્તાન તેમની તમામ મેચ અમેરિકામાં જ રમશે.ભારતની પ્રથમ 3 મેચ ન્યૂયોર્કમાં અને ચોથી મેચ ફ્લોરિડામાં રમાશે. ટીમ પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે, બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે અને ચોથી મેચ 15 જૂને કેનેડા સામે રમશે.

IND-PAK MATCH :   IS એ તસવીર પોસ્ટ કરી હતી

IND-PAK MATCH

ઉલ્લેખનીય છે કે ISએ બ્રિટિશ ચેટ સાઈટ પર નાસાઉ કાઉન્ટીના આઈઝનહોવર પાર્કમાં સ્થિત ક્રિકેટ સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરી હતી, જેના ઉપરથી ડ્રોન ઉડી રહ્યા હતા.જેમાં તારીખ 9/06/2024 બતાવવામાં આવી હતી, જે ભારત-પાકિસ્તાન મેચની તારીખ છે.

IND-PAK MATCH :   ક્યાં જોવા મળશે ભારત-પાકની મેચ  

IND-PAK MATCH

ભારત-પાકિસ્તાન મેચ અમેરિકન સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. બંને કટ્ટર હરીફ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે શરૂ થશે. ભારતીય લોકો ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર વર્લ્ડ કપની મેચ લાઈવ જોઈ શકશે. જ્યારે મોબાઈલ અને ટેબલેટ યુઝર્સ ડિઝની હોટસ્ટાર એપ પર લાઈવ સ્ટ્રીમનો આનંદ માણી શકશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો