હાર્ટ એટેક ના કિસ્સામાં વધારો !

0
76

દિવસેને દિવસે હાર્ટ એટેક ના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. હાર્ટ એટેક વધવા પાછળ ઘણા કારણો છે..

જાણીએ એ કારણો વિષે…

  • સ્થૂળતા
  • બ્લડપ્રેશર
  • ડાયાબિટીસ
  • મોટાપો
  • ઓવરવેઇટ હોવું
  • પેટના ભાગે વધુ ચરબી હોવી
  • વાળું પડતો સ્ટ્રેસ લેવાથી
  • ક્ષમતા કરતા વધુ કાર્ય કરવાથી

બદલાતી જતી લાઈફસ્ટાઈલએ આજે દરેક રોગના મૂળમાં જોવા મળી રહ્યું છે.

image 24

ડોક્ટર વિપુલ ભડિયાદરા આ વિષય પર એક કહેવતના ઉદાહરણ સાથે કહે છે કે અતિની ગતિ સારી નહી. આજના કમ્પેરીઝનના ટ્રેન્ડમાં એક વ્યક્તિને જોઇને જોઈએને બીજો વ્યક્તિ તેની સાથે હરીફમાં કસરત કરવા લાગે છે… અથવા કોઈ વ્યક્તિ જોશમાં અવીને ખુબ જ ડાન્સ કરે છે… પણ હકીકતમાં એ વ્યક્તિને પ્રશ્ન થવો જોઈએ કે,

શું તે આ કરવા માટે સક્ષમ છે ?

શું તે આ કસરત કરી શકશે ?

વધુ પડતા ડાન્સના કારણે તો તેને નુકશાન નહી થાય ને ?

આપડે દેખાદેખીમાં કસરત ન કરતા આપણે આપડી ક્ષમતા પ્રમાણે કસરત કરવી જોઈએ. થોડા વજન સાથે શરૂ કરેલી કસરતથી આપના સ્વાસ્થ્યને નુકસાન નથી પહોંચતું. લોકોને સીપીઆર અંગે માહિતી આપવી ખુબજ જરૂરી છે.

હવે આપને એ પ્રશ્ન થયોને કે સીપીઆર એટલે શું ?

સીપીઆર એટલે કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન

જે એક જીવ બચાવનારી ઈમરજન્સી પ્રક્રિયા છે.

જયારે હ્રદય ધબકવાનું બંધ થઈ જાય છે. ત્યારે આ ક્રિયા કરવી જોઈએ. સીપીઆર આપવાથી વ્યક્તિના બચાવની શયતા વધી જાય છે.

image 23

વધતાં જતા કિસ્સાને ધ્યાને રાખીને ભાજપ દ્વારા પણ સૌને સીપીઆરની તાલીમ મળે તે હેતુસર આ ટ્રેનિંગ કેમ્પ યોજ્યા હતા.

આ અંગે આપ અમારો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ યુટ્યુબ અને ફેસબુક પર નિહાળીને વિસ્તાર પૂર્વક માહિતી મેળવી શકો છો.