હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં કમોસમી વરસાદની આગહીના પગલે ગત રોજ ગોંડલમાં વરસાદ વરસતા ગોંડલ યાર્ડમાં ખેડૂતોની જણસી પલળી જવાથી નુકસાન થયું હતું.. જેને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ સતર્ક થઈ ગયું છે.હજુ પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.જેના પગલે ગોંડલ યાર્ડમાં ધાણા, લસણ, ઘઉ, અને ડુંગળીની આવક સપૂર્ણ પણે આવક બંધ કરવામાં આવી છે, અને જે જણસીને બંધ શેડમાં ઉતારવાની સગવડતા છે તેવી જણસીની આવક ચાલુ રખાઇ છે.આ પહેલા કમોસમી વરસાદને લઈને થયેલ નુકસાન બાબતે યાર્ડ દ્વારા કહેવામાં આવ્યું કે ખેડૂતોની જણસીને કોઈ પ્રકારનું નુકસાન થયેલ નથી,,જે નુકસાન થયું છે તે વેપારીઓના ખરીદેલા માલને થયું છે..ત્યારે નોંધનીય છે કે ગોંડલ યાર્ડ દ્વારા હાલ તો જણસીની આવક બંધ કરવામાં આવી છે અને ખેડૂતોને નવી સૂચના ના મળે ત્યાં સુધી યાર્ડમાં નવો માલ અને જણસી નહીં લાવવાની યાર્ડ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે