ગુજરાત નું એકમાત્ર શાકાહારી શહેર,જેની એક ટેકરી પર આવેલા છે ૮૬૫ મંદિર

0
44

ધાર્મિક દ્રષ્ટિ એ છે ખુબ જ પ્રખ્યાત

શેત્રુંજ્યાં ની ટેકરી દરિયા ની સપાટી થી ૧૬૪ ફૂટ ની ઉચાઇ પર

આ શાકાહારી શહેર ગુજરાત ના પાલીતાણા માં આવેલું છે.તેમજ ધાર્મિક દ્રષ્ટિકોણ થી પણ ખુબ જ પ્રખ્યાત છે.પાલીતાણા જૈન ધર્મના લોકો માટે નું ધાર્મિક સ્થળ છે.આ સ્થળ ને ધર્મ નગરી પણ કેહવા માં આવે છે.આ શહેર ની નજીક બીજી પાંચ ટેકરીઓ પણ આવેલી છે તેમાં ની એક શેત્રુંજય ટેકરી છે.આ ટેકરી પર કુલ ૮૬૫ મંદિરો આવેલા છે.આ ટેકરી પર પહોચવા માટે ૩૭૫ પથ્થર  ના પગથીયા પર ચડી ને જવું પડશે. શેત્રુંજય નો શાબ્દિક અર્થ વિજય થાય છે.દરિયાની સપાટી થી તેની ઉંચાઈ ૧૬૪ ફૂટ ની ઉચાઇ પર છે.પાલીતાણા ભાવનગર થી ૧૫૦ કિલોમીટર દુર આવેલું છે.

આ શહેર માં જૈન ધર્મ ના લોકો ની સંખ્યા સૌથી વધારે છે.વર્ષો પહેલા અહિયાં જૈન ધર્મ ના લોકો એ પ્રાણીઓ ની હત્યા ને રોકવા માટે ભૂખ હડતાલ કરી હતી.જેના કારણે લોકો એ એવી પણ માંગ કરી હતી કે આ શહેર માં માત્ર શાકાહારી ખાદ્ય પદાર્થો જ સામેલ કરવા માં આવે.અને જો તેમની આ વાત નું સમર્થન કરવા માં નહિ આવે તો તેઓ તેમના શરીર નું બલિદાન આપશે.સરકાર દ્વારા તેમની આ માંગ ને સ્વીકારવા માં આવી હતી અને ત્યાર થી જ આ શહેર ગુજરાત નું એકમાત્ર શાકાહારી શહેર બની ગયું છે. નવરાત્રી દરમ્યાન આ સ્થળ નું વિશેષ મહત્વ જોવા મળે છે.જેમાં હજારો

ની સંખ્યા માં ભાવી ભક્તો આ સ્થળ ની મુલાકાત કરવા આવે છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.