સેમિકૉન ઇન્ડિયા કોન્ફરન્સનું ઉદ્ઘાટન

0
182
સેમિકૉન ઇન્ડિયા
સેમિકૉન ઇન્ડિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યું

પ્રદર્શની જોવા માટે યુવાનોને મારી અપીલઃમોદી

 ભારત વિશ્વના શ્રેષ્ઠ મોબાઈલ બનાવે છેઃમોદી

ભારતમાં 85 કરોડ ઈન્ટરનેટ યુઝર્સઃમોદી

સેમિકૉન ઇન્ડિયા કોન્ફરન્સ ઉદ્ઘાટન ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેમિ કંડકટર ઉદ્યોગ પર આધારીત વિવિધ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી અશ્વીની વૈષ્ણવજી,  રાજીવચંદ્ર શેખરજી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ સી.આર.પાટીલજી  ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સેમિકંડકટર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ પણ તેમના વિચાર રજૂ કરી ભારતમાં નવી તકો અંગે મંતવ્ય રજૂ કર્યા હતા.

 સેમિકૉન ઇન્ડિયા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે, સેમિકોન ઇન્ડિયાના માધ્યમથી ઇન્ડસ્ટ્રી સાથે,એક્સપર્ટ સાથે, પોલીસી મેકર સાથે સબંધ અપડેટ  થાય છે. સબંધોના સીંક્રોનાઇઝેશન માટે આ કાર્યક્રમ મહત્વનો છે. ગુજરાતની યુવા પેઢી સેમિકંડકટરની પ્રદર્શની જોવા અચુક જાય તે માટે અપીલ કરી. પહેલા લોકો  સેમિકંડકટર સેક્ટરમાં શા માટે રોકાણ કરે તે માટે સવાલ કરતા હતા અને આજે એક વર્ષ પછી સવાલ બદલાયો છે કે ભારતમાં કેમ નહી ? દેશની જનતાએ ભારતની તાકાત સાથે તેમના સ્વપ્નોને જોડયું છે અને ભારત કોઇને નિરાશ નથી કરતું. ભારતની ડેમોક્રેસી અને ડેમોક્રોફી, ભારત તરફથી મળતું ડિવિડંડ તમારા ધંધાને પણ ડબલ થી ત્રીપલ કરશે. સેમિકંડકટર સેકટરમાં થોડાક  વર્ષો પહેલા ભારત સેમિકંડકટર સેકટરમાં ઉભરી રહ્યુ હતું પરંતુ આજે ગ્લોબલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરીંગમાં ભારતનો શેર ઘણો વધી ગયો છે. ભારતના લોકો ટેક ફ્રેન્ડલી પણ છે અને ટેકનોલોજી ઝડપથી શીખી શકે છે. ભારતમાં આજે સસ્તો ડેટા  ગામડે ગામડે પહોંચી રહ્યો છે. ભારતમાં એક મોટો વર્ગ એવો છે કે જેમણે બેસિક હોમ એપ્લાઇન્સનો ઉપયોગ નથી કર્યો પરંતુ તે ઇન્ટર કનેકટેડ સ્માર્ટ ડિવાઇઝનો ઉપયોગ કરશે.  ભારતમાં યુવાનોનો એક વર્ગ એવો છે કે જેમણે કયારેય બેસીક બાઇક નથી ચલાવ્યુ પણ તેઓ સીધા સ્માર્ટ ઇલેકટ્રીક મોબેલીટીનો ઉપયોગ કરશે. ભારતમાં વધતો નિયો મીડલક્લાસ ઇન્ડયન એક્સપ્રેસશનો પાવર હાઉસ બન્યુ છે.

વાંચો અહીં રાજ્યસભાની કાર્યવાહી 31 જુલાઈ સુધી સ્થગિત