સુરતમાં તસ્કરોએ ઉઠાવ્યો પાનનો ગલ્લો

0
71

રાજ્યભરમાં ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી  છે ત્યારે તસ્કરો દ્વારા પાનના ગલ્લામાં રહેલો સામાન માટે આખેઆખો પાનનો ગલ્લો ચોરી ગયા હોવાની ઘટના નજીકમાં આવેલ સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ચોરીની ઘટના સીસીટીવી સામે આવ્યા છે જે જોઈએને પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ મામલે ગલ્લાના માલિક દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.આ ઘટના સુરતના ઉતરાયણ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના ટાઉનશીપ પાસેની છે જ્યાં એક પાનનો ગલ્લો આવેલો હતો, જે ગઈકાલે મોડી રાત્રે આ પાનનો ગલ્લો અજાણ્યા શખ્સોએ ઉઠાવીને ચોરી ગયા હતા.અને આ સંગ્રહ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે