હરિયાણામાં કુંવારાઓની વેદના છલકાઈ , કહ્યું ચૂંટણીમાં તાકાત બતાવીશું

1
63
હરિયાણામાં કુંવારાઓની વેદના છલકાઈ , કહ્યું ચૂંટણીમાં તાકાત બતાવીશું
હરિયાણામાં કુંવારાઓની વેદના છલકાઈ , કહ્યું ચૂંટણીમાં તાકાત બતાવીશું

હરિયાણામાં લોકસભા ૨૦૨૪ ચૂંટણી પહેલા વિધાનસભા અને આઠ મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે અને હરિયાણામાં અત્યારથીજ તેની ચર્ચાઓ અને રાજકારણમાં ગરમાવો પણ જોવા મળે છે ત્યારે હરિયાણામાં અપરણિત એટલેકે કુંવારાઓનું દર્દ બહાર આવ્યું છે અને તેમનું એસોશિએશન હાલ આવનારી ચૂંટણીને લઈને ચર્ચા પણ કરી રહ્યું છે અને તેમનો દાવો છે કે તેમની સમસ્યાઓનો અંત એક પણ સરકારે લાવવાનો પ્રયત્ન કર્યો નથી. હરિયાણાના અપરણિત સંગઠનના દાવા મુજબ છેલ્લા ચૌદ વર્ષથી તેમની માંગણીઓ માટે સંઘર્ષ કરી રહેલા અનમેરીડ એસોશિએશન અને અવિવાહિત એકતા મંચ આ માટે સંપૂર્ણ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી છે. આ બંને સંગઠનના સભ્યો ગામડે ગામડે જઈને અવિવાહિત લોકોને જાગૃત કરશે. અને એક કરશે. ત્યારબાદ તેઓ રાજ્યના હિસારમાં રાજ્ય સ્તરીય સંમેલન દ્વારા તેમને શક્તિનો અહેસાસ કરાવશે . કેમકે તમામ રાજકીય પક્ષોએ અને સમાજના વિવિધ વર્ગોએ અમારી સમસ્યાઓ પર ક્યારેય ધ્યાન આપ્યું નથી. જેથી અમે અમારી શક્તિનો અહેસાસ આ વખતે ચૂંટણીમાં કરાવીશું. વધુમાં આ સંગઠનના આગેવાનોએ જણાવ્યું કે તમામ ગામમાંથી પુરુષો અને મહિલાઓ જે વિધવા છે તે પણ અમારા સંગઠનમાં સામેલ થઇ રહ્યા છે.

હરિયાણામાં વિવાહિત એકતા મચ અને અનમેરીડ એસોશિએશન કેમ આક્રમક બનશે ?

હરિયાણામાં આવેલા આ બંને સંગઠનનો દાવો છે કે રાજ્યના 60 જેટલી સીટો પર અમારો પ્રભાવ છે. અમારા ગ્રાઉન્ડ રીપોર્ટ પ્રમાણે પાંચ થી આઠ હજારની સંખ્યા પણ જોવા મળી છે જે અપરણિત , વિધુર, કે વિધવા છે . રાજ્યના જાટ પ્રભાવિત વિસ્તારમાં તમામ વિધાનસભા વિસ્તારમાં અમારો પ્રભાવ મોટા પ્રમાણમાં છે. જ્યાં સંખ્યા મોટા પ્રમાણમાં છે. પરંતુ એકતા અને જાગૃતિના અભાવે આજદિન સુધી તેમની વાત સાંભળવામાં આવી નથી અથવા અમને નજર અંદાજ કરવામાં આવ્યા છે.

હરિયાણામાં છેલ્લા કેટલાક વર્ષોમાં અપરણિત , વિધવાની સંખ્યામાં વધારો થયો છે . અ સમસ્યાને ગંભીર રીતે જોતા હરિયાણા સરકારે માસિક પેન્શન પણ શરુ કર્યું છે . હરિયાણા સરકારનો દાવો છેકે આ સંખ્યા 70 હજારની આસપાસ છે પરંતુ એસોશિએશનના કહેવા પ્રમાણે આ સંખ્યા આઠ લાખ કરતા વધુ છે. અને હાલ અમારા એસોશીએશનના સભ્યોજ જેમની નોંધણી કરવામાં આવી છે તે સંખ્યા 1.27 લાખ છે. આ સંગઠનનો દાવો એ પણ છે કે નાણા ગામડાઓમાં 100 થી 150 કુંવારા , વિધુર અને વિધવાની સંખ્યા છે અને મોટા નગરોમાં જે 500 થી વધુ પણ હોઈ શકે છે. હરિયાણા સરકારે પેન્શન તો શરુ કરી દીધું છે પણ આજ દિન સુધી તે મળ્યું નથી અમારી માંગણી છે કે આ જે રાજકીય પક્ષ અમારી આ માંગણીઓ પર ધ્યાન આપશે અને વચન આપશે તેને જ આ વખતે ચૂંટણીમાં મત આપીશું.

હરિયાણામાં આવેલા અપરણિત સંગઠનોની માંગણી

જે રીતે દિવ્યાંગ શબ્દ સંબોધનમાં આપવામાં આવ્યો છે તેમ અમારા માટે પણ આદરયુક્ત શબ્દ હોવો જોઈએ

માસિક પેન્શનની જગ્યાએ અપરણિત લોકોને રોજગારી આપવી

અમારા માટે અપમાનજનક શબ્દ બોલનાર વ્યક્તિ સામે કાયદાકી કાર્યવાહી થવી જોઈએ

સરકારી અને સામાજિક કાર્યક્રમોમાં અમને સ્થાન મળે

અપરણિત અને વિધવા , વિધુરની વસ્તી ગણતરી હાથ ધરવી

અમારા સમુદાયના લોકોને વિશેષ ઓળખ આપવી

ખાસ પ્રકારનું આઈ કાર્ડ આપવું

પંચાયતી રાજમાં અનામત આપવી.

હરિયાણામાં અપરણિત એકતા મંચના સ્ટેટ હેડ વીરેન્દ્ર સાંગવાનના કહેવા પ્રમાણે આજે કોઈ પણ રાજકીય પક્ષની રેલી હોય તેને સફળ બનાવવાનું કામ અમારા વર્ગનું છે અને અમારા તમામ લોકો ખુબ મહેનત પણ કરે છે . એસોશિએશનના સભ્યોની સંખ્યામાં વધારો પણ થઇ રહ્યો છે . અમારા વર્ગના સભ્યોને રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ .


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.