અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

0
89
અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી
અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

અમદાવાદમાં મોદી સાંજે મેઘરાજાએ ધીમીધારે વરસવાની શરુ આત કરી જેને લઈને અમદાવાદના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને પ્રી મોન્સુનની કામગીરીના ધજાગરા મેઘરાજાએ ઉડાડ્યા છે. છેલ્લા ઘણા સમયથી શહેરીજનો વરસાદની રાહ જોઇને બેઠા હતા ત્યારે મોડી સાંજે ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ શરુ કરી હતી. પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારો એસ. જી હાઇવે , બોડકદેવ, આનંદ નગર, ગોતા,સીન્ધુભવન રોડ, વસ્ત્રાપુર , નહેરુનગર, જીવરાજપાર્ક, સરખેજ સહિત જુહાપુરામાં રોડ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ છે. સમી સાંજે ભારે વરસાદ ખાબકતા શહેરીજનો નોકરીથી છૂટીને ઘરે જતા સમયે અટવાયા હતા. ક્યાંક ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે. કોર્પોરેશનની મોનસુન કામગીરી પર હાલ નાગરિકો સવાલો કરી રહ્યા છે. કેટલાક નાગરિકોએ કહ્યું કે આતો રોજ નું થયું .. એટલેકે કોર્પોરેશન દર વર્ષે ભલે દાવાઓ કરતી હોય પરંતુ કરોડો રૂપિયા પ્રજાના ટેક્ષના વસુલે છે તે મેઘરાજાએ એકજ ધમાકેદાર બેટિંગમાં પોકળ સાબિત કરીને જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓને ખુલ્લા પાડી દીધા છે. અમદાવાદમાં વરસાદને લઈને નાગરિકો હાલ પરેશાન જોવા મળી રહ્યા છે કારણકે તંત્રના પાપે કરોડો રૂપિયાની કામગીરી પાણી માં વહેતી જોવા મળી રહી છે.

અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

રાજ્યભરમાં વરસાદની અપડેટ જોઈએ તો

રાજ્યના વરસાદને લઈ 4 જિલ્લામાં રેડ એલર્ટ
કચ્છ, જામનગર, દેવભૂમી દ્વારકા,જૂનાગઢમાં રેડ એલર્ટ
4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ
સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ
ઓરેન્જ એલર્ટ 9 જિલ્લામા ભારે વરસાદની આગાહી

સુરત જિલ્લામાં વરસાદને લઈને મીંઢોળા નદી ગાંડી તુર બની રહી છે. બારડોલી નજીક મીંઢોળા નદીમાં પુરની પરિસ્થિતિ ઉદ્ભવી છે. મિઢોળાના પાણી બારડોલીના નિચાણવાળા વિસ્તારમાં પ્રવેશવાની શરૂઆત થઈ છે. ખાડા વિસ્તારના 200થી વધુ ઘરોને અસર થશે.બારડોલીમાં એક બાજુ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લા તેમજ ઉપરવાસમાંથી મીઢોળા નદીમાં સતત પાણીની આવક વધી રહી છે.જેને કારણે બારડોલીથી પસાર થતી મિઢોળા નદી હવે ગાંડી તુર બની છે. બારડોલીના રામજી મંદિર નજીક મિઢોળા નદીનો લૉ લેવલ પૂલ બંધ કરી દેવાયો છે.બીજી બાજુ આ મિઢોળા નદીના પાણી હવે બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે. મિઢોળા નદીના કિનારે આવેલા નૂર નગર, તલાવડી વિસ્તાર, તેમજ કોર્ટની સામે આવેલા ખાડા વિસ્તારમાં 200થી વધુ ઘરોને આ પાણીની અસર થનાર છે. જે પ્રમાણે મિઢોળા નદીમાં પૂરના દ્રશ્યો સામે આવ્યા છે.મોટી સંખ્યામાં ઘરો અહીં પાણીમાં ગરકાવ થવાની નોબત આવે છે. જ્યારે હવે વહીવટી તંત્ર દ્વારા અહીં માલ સામાન ખસેડીને જરૂર પડે સ્થળાંતર કરવાની પણ નોબત આવનાર છે.

અંજારમાં બારે મેઘ ખાંધા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અંજારમાં વધુ 9 ઇંચ વરસાદ બે કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે.

બપોરે 2 થી 4 ની વચ્ચે નોંધ્યો 7 ઇંચ વરસાદ ગઈકાલથી આજના સાંજના 6 વાગ્યા સુધી 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો . ગાંધીધામમાં 5 ઇંચ વરસાદ . ભચાઉમાં 2 ભુજ-મુન્દ્રમાં 1 ઇંચ વરસાદ નોંધાયો.