દિલ્હી :મહિલા કુસ્તીબાજોના ધરણા અંગે મહત્વના સમાચાર

0
175

પોલીસ જાતીય સતામણી આરોપ કેસમાં કેસ દાખલ કરશે

દિલ્હી પોલીસ જંતર મંતર પર ચાલી રહેલા મહિલા કુસ્તીબાજોના ધરણા અંગે દિલ્હી પોલીસ જાતીય સતામણી આરોપ કેસમાં કેસ દાખલ કરશે. સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસે આ નિવેદન આપ્યું છે . અહી ઉલ્લેખનીય છેકે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સામે એક સગીર કુસ્તીબાજે જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો પરંતુ ફરિયાદ દાખલ કરવા છતાં દિલ્હી પોલીસે કોઈ કેસ નોંધ્યો નથી. ત્યારે આ મહિલા કુસ્તીબાજે સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. આજે ધારણાના છટ્ઠા દિવસે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે અમે FIR નોધીશું. અહી ઉલ્લેખનીય છેકે દેશના રમતવીરો અત્યારે આ મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં છે . ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ કહ્યું કે કુસ્તીબાજોને રસ્તાપર ન્યાય માંગતા જોઇને દુઃખ થાય છે . જાણીતી અભિનેત્રી ઉર્મિલાએ કહ્યું કે જો તેમને ન્યાય નહિ મળે તો ઘણું મોડું થઇ જશે. દિગ્ગજ ક્રિકેટર કપિલદેવ પણ મહિલા કુસ્તીબાજોને ન્યાય ક્યારે મળશે તેવો પ્રશ્ન કરી રહ્યા છે.  અહી ઉલ્લેખનીય છેકે સિનિયર એડવોકેટ કપિલ સિમ્બલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમાં જણાવ્યું હતું કે યૌન શોષણના આરોપમાં FIR નોંધાઈ નથી તે સમયે પીડિતા 16 વર્ષની હતી અ દીકરીએ દેશમાટે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે CJIએ કહ્યું છેકે આરોપો ગંભીર છે અને અમે આ મામલે તપાસ કરીશું વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ વધુ સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ