કોની લડાઇમાં ગુજરાત કોંગ્રેસ થઇ ખતમ !

0
147

શુ ગુજરાત કોંગ્રેસમાં રહેલો જુથવાદ તેને આ વખતે પણ હરાવશે, કારણ કે સુત્રો કહે છે કે કોંગ્રેસમાં ભરત સિહ સોંલંકી અને જગદીશ ઠાકોર બન્નેની હુંસાતુસીમાં પક્ષનું ખો નિકળી રહ્યું છે, એવી કહેવત કહેવાઇ રહી છે કે  ભરત સિહ તાણે સીમ ભણી,અને જગદીશ ઠાકોર તાણે ગામ ભણી,, જોઇએ આ રિપોર્ટ

ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસ સત્તામાં નથી આવી રહી,, અને છેલ્લા બે લોકસભા ઇલેક્શનથી તો તેના સુપડા સાફ જ થઇ જાય છે, અને 2022ના વિધાનસભા ઇલેક્શનમાં સૌથી નબળું દેખાવ કોંગ્રેસનું રહ્યું છે,એટલે કે જે કોંગ્રેસ 2017માં 77 વિધાનસભા સીટો ઉપર હતી તે 2022માં માત્ર 17 ઉપર આવી ગઇ,, તેના માટે દોષી કોણ,, ત્યારે નિષ્ણાંતો માને છે કે તેના માટે ગુજરાત કોંગ્રેસની જુથબંધી જવાબદાર છે, સાથે આ જુથબંધી જગદીશ ઠાકોર અને ભરત સિહ સોલંકી વચ્ચે હોવાનુ ખુલેઆમ કહેવાય છે, બન્ને જુથોના નેતાઓ પણ એક બીજા ઉપર દોષારોપણ કરવામાં કોઇ કસર બાકી રાખતા નથી,

ભરત સિહ સોલંકી કેમ છે ગુજરાત કોગ્રેસમાં કેમ છે પ્રભાવી

યુપીએના શાષનમા એટલે કે 2004થી 2014સુધી ભરત સિહ સોલંકીનો ચમકતો સિતારો હતો,તેઓ સાસંદ રેલવે રાજ્યમંત્રી, સહિત ગુજરાત પ્રદેશના પ્રમુખ સુધીના તાકતવર પદ ઉપર હતા, ગુજરાત કોંગ્રેસના સર્વે સર્વા ગણાતા, જેથી તેઓએ પક્ષ ઉપર મજબુત પકડ તો બનાવી હતી, છતાં તે દરમિયાન કોંગ્રેસનુ કોઇ ખાસ પરફોરંસ ચૂટણીમાં દેખાયો નહી, છતાં તેઓ પ્રદેશ પ્રમુખ પદ ઉપરથી હટી ગયા છતાં યેન કેન પ્રકારે તેઓ પક્ષ ઉપર પકડ અને કાર્યકર્તાઓ વચ્ચે તેમની શાખ અને વિશ્વાસ રહ્યો, જેથી ભરત સિહ ઇચ્છે તે જ વ્યક્તિને ટિકિટ અપાતી તો  સાથે સંગઠનમાં પણ તેમની ભુમિકા મહત્વની હતી, ખાસ કરીને ઠાકોર સમાજ ઉપર તેમની પકડ તેમના પિતા માધવ સિહ સોલંકીના કારણે રહી હતી,

જગદીશ ઠાકોરના અધ્યક્ષ બન્યા પછી સ્થિતિ કેમ વણસી

2022ના ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસની કમાન ઠાકોર સમાજમા કદ્દાવાર નામ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોરને અપાઇ,, આમતો ઠાકોર સમાજ ઉપર ભરત સિહનો પણ પકડ સારી હતી પણ તેઓ મધ્ય ગુજરાત અને થોડા ઘણા અંશો ઉત્તર ગુજરાતમા સક્રીય હતા, પણ જ્યારે જગદીશ ઠાકોરે પોતાની રીતે પક્ષને ચલાવવાનો નિર્ણય કર્યો ત્યારે બન્ને નેતાઓના સમર્થકો વચ્ચે પહેલા તો ગજગ્રહ શરુ થયા, કારણ કે હવે ચૂટણી સમયે ભરત સિહ પોતાના નજીકના લોકોને ટિકિટ અપાવવા માંગતા હતા, જ્યારે જગદીશ ઠાકોર પોતાના નિકટતમ લોકોને ધારાસભ્યોની ટિકિટ સાથે સંગઠનમાં સ્થાન આપવાના પ્રયત્ન કરતા પરિણામે ઉપરથી શાંત લાગતી સ્થિતિમાં ઝંઝાવાત સર્જાયો હતો, અને પછી શુ બન્નેની હુંસાતુંસી પાર્ટીને સૌથી નીચલી પાયરી સુધી પહોચાડી દીધી છે,

કોંગ્રેસમાં હાઇકમાન્ડની ભુમિકા ધૃતરાષ્ટ્ર જેવી

ગુજરાત કોંગ્રેસમાં જે પણ થઇ રહ્યુ છે  એવું નથી  કે તેની જાણ પ્રભારી રહેલા અશોક ગેહલોત કે અન્ય નેતાઓને નથી, જેરીતે કોગ્રેસ એક પછી એક સાત થી આઠ વાર તુટીને ભોય ભેગી થઇ ગઇ,,તેનાથી દિલ્હી સુધીના નેતાઓ વાકેફ છે, પણ તેમને પણ ખબર છેકે ગુજરાતમાં જે સંગઠનની સ્થિતિ છે તેને બદલવા માટે સ્થાનિક નેતાઓની તૈયારી નથી, બન્ને નેતાઓના જુથ એક બીજાને નિચો દેખાડવા માટે પ્રયત્નો કરતા હોય છે તેની ફરિયાદો પણ દિલ્હી સુધી થતી હોય છે,તેવામાં હાલ કોઇને કહેવાય તેવી સ્થિતિ નથી,

ગુજરાત કોંગ્રેસના નેતાઓની શુ છે રણનીતિ

નિષ્ણાતો માને છે કે વિધાનસભામાં કારમી હાર બાદ પણ કોગ્રેસના નેતાઓ સુધરતા નથી, તેઓ લોકસભા ચૂંટણી માટે તૈયારીમા લાગી ગયા છે,,ત્યારે ભરત સિહ સોલંકીનું જુથ આ વખતે ફરી ભરત સિહને જીતાડવા માટે આણંદમાં સક્રીય થયો છે, ત્યારે ભરત સિહને ટિકિટ જ ન મળે તેવા પ્રયત્નો અત્યારથી કોંગ્રેસમાં થઇ રહ્યા છે,જ્યારે જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ હોવા છતાં સંગઠન અને ધારાસભ્યો સાથે સંકલનનો અભાવ તેમના માટે મુશ્કેલી સર્જી રહી છે, અને તેમના સમર્થકો માને છે કે આ તમામ અસમંજસ જેવી સ્થિતિ ભરતસિહ સોલંકીના કારણે છે,

આમ હાલતો જે રીતે બન્ને નેતાઓ વચ્ચે ગજ ગ્રહ ચરમસીમાએ છે તેનાથી અવશ્ય લાગે છે કે તેનાથી ભાજપને જરુરથી મોટા પાયે ફાયદો થશે,વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ, વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ વેબસાઇટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.