અમદાવાદ શહેર અને ગુજરાતના મહત્વના સમાચાર જોઈએ તો અમદાવાદ શહેરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના બોપલ ખાતે ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ. આઝાદી અમૃત મહોત્સવ ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે બોપલ વિસ્તારના નાગરિકોએ મુખ્યમંત્રીશ્રીને અમૃતકળશ અર્પણ કરવામાં આવ્યા . વાત કરીએ ભારત પાકિસ્તાનની મેચની તો અમદાવાદ શહેરમાં આગામી 14 ઓક્ટોબરે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મેચ સંદર્ભે રેલવેના એડિશનલ ડીજીપી ડૉ.રાજકુમાર પાડીયન દ્વારા તમામ રેલવે સ્ટેશન પર વિશેષ ચેકિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો. 14 ઓક્ટોમ્બરે ભારત-પાકિસ્તાનની મેચને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની તમામ હોટેલના હાલ બુકિંગ માટે ક્રિકેટ ચાહકો ઊંચા ભાવ આપીને બુક કરાવી રહ્યા છે ત્યારે વિદેશ અને દેશના ક્રિકેટ ચાહકો અમદાવાદ આવશે તો પ્લેન અને ખાનગી બસના ભાડા પણ અચાનક વધ્ય છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના સ્થાનિકો માટે AMCનો મહત્વનો નિર્ણય, મેટ્રોની સાથે AMTS બસના રુટમાં વધારો કરાયો છે. આખું અમદાવાદ સુરક્ષા છાવણીમાં ફેરવાયું ચુક્યું છે . ભારત-પાકિસ્તાન મેચને લઈને પોલીસ એક્શન મોડમાં છે. અને અમદાવાદમાં નકલી ટિકિટ મુદ્દે કસાયો છે સકંજો અને ઝડપાયેલા 4 આરોપી 3 દિવસના રિમાન્ડ પર છે.
સુરત: હાર્ટ એટેકથી વધુ એક મોતના સમાચાર મળી રહ્યા છે. સુરતના વેસુમાં 35 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે કામ કરતા અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. તાત્સાકાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો . અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો .
કચ્છ-માંડવીનાં દરિયામાં બે લોકો ડૂબ્યાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં એક નું મોત એકને સારવાર માટે ખસેડાયો હતો. મળતી માહિતી પ્રમાણે દરિયામાં ન્હાવા ગયા હતા યુવાનો અને માંડવીમાં દરિયામાં ડૂબવાના અનેક વખત બન્યા બનાવો પણ સ્થાનિક તંત્ર આ બાબતે ચોક્કસ સાવચેતી જળવાય તે પગલા લઇ નથી રહી તેવો આક્રોશ સ્થાનિકોએ બતાવ્યો. રાજ્યમાં અકસ્માતની ઘટના જોઈએ તો કચ્છના સામખિયાળી પાસે અકસ્માતમાં એક નું મોત થયું છે. બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બાઇક સવારનું મોત થયું છે આ અકસ્માત સામખિયાળી રેલવે સ્ટેશન પાસે સર્જાયો છે. મધ્ય ગુજરાતના આણંદમાં અકસ્માતમાં 2ના મોત થયાના સમાચાર છે. જેમાં ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા અકસ્માત સર્જાયો . બાઇક પર સવાર 3માંથી 2 વ્યક્તિના મોત થયાના સમાચાર છે. અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે