ભારત-પાકિસ્તાન મેચના દર્શકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. મેચમાં દર્શકોને મુશ્કેલી ન પડે તે માટે AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS બસ ના રૂટમાં વધારો કરવામાં આવ્યો છે.અમદાવાદમાં શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ યોજાવાની છે. તે પહેલાં સુરક્ષાની તૈયારીઓમાં કોઈ પણ કસર ન રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. ભારતીય ટીમ હાલ અમદાવાદ પહોંચી છે જેના માટે પણ તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે મેચ જોવાના રૂટ પર કોઈ તકલીફ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભારત-પાકિસ્તાન મેચના દર્શકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. મેચમાં દર્શકોને મુશ્કેલી ન પડે તે માટે AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS બસના રૂટમાં વધારો કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં આવવા જવા માટેની 50 નવી બસ મૂકાશે. મેચના દિવસે સ્ટેડિયમ સુધી 50 એકસ્ટ્રા બસ દોડશે. મેચ પૂરી થયા પછી પણ AMTS બસ ચાલતી રહેશે.
સવારના 8:30થી રાત્રિના 1 વાગ્યા સુધી બસની સુવિધા મળશે. સાબરમતીના અચેર ડેપોથી વાસણા, મણિનગર, ઓઢવ, નારોલ, ઉજાલા સર્કલ સુધી બસ ચલાવવામાં આવશે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી બસ ઉપડશે. આ બસ મેચ પૂર્ણ થયા બાદ પણ મળી રહેશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેડિયમ અને સંવેદનશીલ વિસ્તારોમાં જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જ્યાં 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે તે પહેલાં શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ભારત-પાકિસ્તાન મેચના દર્શકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. મેચમાં દર્શકોને મુશ્કેલી ન પડે તે માટે AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS બસના રૂટમાં વધારો કરવામાં આવ્યો છે.અમદાવાદમાં શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ યોજાવાની છે. તે પહેલાં સુરક્ષાની તૈયારીઓમાં કોઈ પણ કસર ન રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. ભારતીય ટીમ હાલ અમદાવાદ પહોંચી છે જેના માટે પણ તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે મેચ જોવાના રૂટ પર કોઈ તકલીફ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.