દિલ્હીમાં પ્રદુષણ ઘટાડવા તૈયાર કરાયો એક્શન પ્લાન..જાણો 13 હોટસ્પોટ

0
138
દિલ્હીમાં પ્રદુષણ ઘટાડવા તૈયાર કરાયો એક્શન પ્લાન
દિલ્હીમાં પ્રદુષણ ઘટાડવા તૈયાર કરાયો એક્શન પ્લાન

દિલ્હીમાં હજુ શિયાળો શરુ થયો નથી પણ પ્રદુષણ વધવા લાગ્યું છે. અને સતત સ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. શિયાળામાં પ્રદુષણ ઘટાડવા માટે રાજ્ય સરકારે દિલ્હીમાં 13 હોટ સ્પોટ નક્કી કાર્ય છે જે વિસ્તારમાંથી પ્રદુષણ વધુ માત્રામાં જોવા મળી રહ્યું છે અને તે અંગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. દિલ્હીમાં પ્રદુષણ ઘટાડવા માટે જે યોજના બનાવવામાં આવી છે તે જોઈએ તો દિલ્હી સરકારના મંત્રી ગોપલરાયે સંબધિત વિભાગો સાથે બેઠકો કરી ને શિયાળામાં રાજધાનીમાં પ્રદુષણ ઓછું રાખવા માટે 13 જગ્યાઓ માટે અલગથી પ્લાન તૈયાર કરાયો છે. દિલ્હીમાં આ અંતર્ગત 13 સંકલ ટીમો બનાવવામાં આવી છે . પર્યાવરણ મંત્રી ગોપાલરાયના જણાવ્યા પ્રમાણે પ્રદુષણ ઘટાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને પ્રદુષણ સ્તર છેલ્લા ૨૦૦ દિવસથી નિર્ધારિત માપદંડોની અંદર રાખવામાં સફળતા મળી છે. પરંતુ જે મુક્યા હોટસ્પોટ વિસ્તારો દિલ્હીમાં છે તે નક્કી કરવામાં આવ્યા છે અને તેમાં એક્શન પ્લાન સાથે નોડલ વિભાગો બનાવવામાં આવ્યા છે.

શું છે એક્શન પ્લાન અને કયા વિસ્તારો છે હોટ સ્પોટ

આનંદ વિહારના : એક્ઝીટ રોડ પરનો આનંદ વિહાર ટ્રાફિક , દિલ્હી મેરઠ RRTS પ્રોજેક્ટ , અનાદ વિહાર રેલ્વે સ્ટેશન સામેના ખરાબ રસ્તા પ્રદુશાનનું મુખ્ય કારણ છે. અહી 12 મોબાઈલ એન્ટી સ્મોગ ગન પણ લગાવવામાં આવી છે.

અશોક વિહાર : કેશવપુરમ મેટ્રો સ્ટેશન પાસે બાયોમાસ સળગવું, આઝાદપુર મેટ્રો આઝાદપુર બસ ટર્મિનસ સુધીનો ટ્રાફિક જામ , આઝાદપુર ચોક પર થતી ભીડ, તથા વઝીર પુર વિસ્તારમાં કાચા તરહ ખરાબ રસ્તાઓ પ્રદુશનના મુખ્ય કારણો છે. અહી 12 મોબાઈલ એન્ટી સ્મોગ ગન લગાવવામાં આવી છે

બવાના ઔદ્યોગિક વસાહત વિસ્તાર પાસે ઉડતી ધૂળ , અનેક પ્રોજેક્ટ પરના બાંધકામ , મહર્ષિ વાલ્મીકી જોસ્પીતાલ બહાર્તનો ટ્રાફિક, ખુર્દ રોડ પર ઉડતી ધૂળ અને જાહેર તથા ખાનગી બાંધકામો પ્રદુષણ મુખ્ય કારણ છે બે એન્ટી સ્મોગ મોબાઈલ ગન અહી લગાડવામાં આવી છે.

દ્વારકા વિસ્તારમાં કચરો સળગાવવો, ગેરકાયદેસર ડમ્પ સાઈટ, દિલ્હી હાઇવે પરના ખરાબ ખાડા અને ધૂળ પ્રદુષણનું કારણ છે . આ વિસ્તારમાં 6 મોબાઈલ એન્ટી સ્મોગ ગન લગાવવામાં આવી છે આ ઉપરાંત જહાંગીર પુરીમાં બાયોમાસ સળગવું ITI બસ સ્ટેશન સામે ટ્રાફિક, રસ્તાના કિનારાઓ પર જામેલી ધૂળ , આ વિસ્તારમાં મોટા પાયે પ્રદુષણ માટે જવાબદાર છે. 4 મોબાઈલ એન્ટી સ્મોગ ગન લગાવવામાં આવી છે . નરેલા ઔદ્યોગિક વિસ્તારમાં રસ્તાઓ પરના ખાડાઓ પ્રદુષણ કરે છે 2 મોબાઈલ એન્ટી સ્મોગ ગન લગાવવામાં આવી છે .

આર.કે. પુરમ, અને વેન્કટેશ્વર હોસ્પિટલ વિસ્તારમાં 4 મોબાઈલ એન્ટી સ્મોગ ગન લગાવવામાં આવી છે અને વિવેક વિહાર યોજનામાં સોસાઈટી ના બાંધકામો, ડીમોલીશન, અને ડમ્પ સાઈટ 4 મોબાઈલ એન્ટી સ્મોગ ગન લગાવવામાં આવી છે . અને વજીરપુર વિસ્તારમાં બાયોમાસ સળગાવવું ટ્રાફિક જામની સમસ્યા અને માટીના મોટા ઢગલા પ્રદુશાનનું મુખ્ય કારણ છે 6 મોબાઈલ એન્ટી સ્મોગ ગન લગાવવામાં આવી છે