ગાંધીનગરથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધીના મહત્વના સમાચાર

0
68
ગાંધીનગરથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધીના મહત્વના સમાચાર
ગાંધીનગરથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધીના મહત્વના સમાચાર

મહત્વના સમાચાર -ગુજરાતના ગાંધીનગરથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધીના મહત્વના સમાચાર.. દિલ્હી હોય કે દેશના તમામ રાજ્યો તેમાં બનતી તમામ ઘટનાઓ પર સતત અપડેટ દિલ્હી કોંગ્રેસ કાર્યાલયમાં ખુશીનો માહોલ જામ્યો છે કારણકે પુનઃ સાંસદ બન્યા રાહુલ ગાંધી અને તમામ રાજ્યોમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જશ્ન માનવી રહ્યા છે . દિલ્હી આમ જોઈએ તો દેશની રાજધાની છે પરંતુ રાજકીય આટાપાટાઓ પણ દેશ આઝાદ થયો ત્યાર થી જોતી આવી છે. ત્યારે સૌ પ્રથમ દિલ્હી અને ત્યાર બાદ અન્ય મહત્વના સમાચાર

દિલ્હી

આજે 9મો નેશનલ હેન્ડલુમ દિવસ. પીએમ મોદી ઉજવણી કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત.

દિલ્હી

આજે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે દિલ્હી સેવા બિલ.

-દિલ્હી

આજે સવારે 10 વાગે INDIA ના સાંસદોની મળશે બેઠક.

-દિલ્હી

આજે સુપ્રિમકોર્ટમાં બિહારમાં જાતિ આધારિત ગણતરી બાબતે હાથ ધરાશે સુનવણી.

-દિલ્હી

આજે સુપ્રીમ કોર્ટમાં મણિપુર હિંસા મુદ્દે થશે સુનવણી.

– દિલ્હી

ચંદ્રયાન 3 ની ચંદ્રની કક્ષામાં પ્રવેશ કાર્યાની પ્રથમ તસ્વીર આવી સામે. 23 ઓગસ્ટના રોજ ચંદ્રની ધરતી પર લેન્ડ થશે.

● હરિયાણા

આજે નુહમાં કલેક્ટર દ્વારા ચાર કલાકની કરફ્યુ મુક્તિ આપવામાં આવી.

● હૈદરાબાદ

જેદાહથી આવતા 2 મુસાફરો પાસેથી 1 કરોડ ઉપરનું સોનુ ઝડપી પડાયું.

● ગાંધીનગર

ગુજરાત પોલીસને બિરદાવવા અપાશે ‘ખાખી’ પુરસ્કાર. ગાંધીનગર ખાતે યોજાશે કાર્યક્રમ. ગાયક કૈલાશ ખેર રહેશે ઉપસ્થિત:સોર્સ.

● ગાંધીનગર

GSTRC દ્વારા 4062 ડ્રાઇવર અને 3342 કંડક્ટરની ભરતી. આજથી ફોર્મ ભરવાનું શરૂ.

● ગાંધીનગર

રાજ્યમાં 19963 શિક્ષકોની જગ્યા હજુ ખાલી. મંજુર થયેલ જગ્યાઓ ન ભરવામાં ગુજરાત પહેલા નંબરે મોખરે: સોર્સ

● ગાંધીનગર

પુરના કારણે જુનાગઢમાં 40 કરોડનું નુકશાન: મંત્રી રાઘવજી પટેલ

● ગાંધીનગર

12 ઓગસ્ટના રોજ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અરવલ્લી જિલ્લાની લેશે મુલાકાત.

● અમદાવાદ

અડાલજ- ગાંધીનગર હાઇવે પર સ્કૂલ બસનો અકસ્માત. ડ્રાઇવરની હાલત ગંભીર. બસમાં કોઈ બાળક ન હોવાથી અન્ય કોઈ જાનહાની નહીં: સોર્સ

● અમદાવાદ

12 ઓગસ્ટથી ફરી શરૂ થશે હેલિકોપટર જોય રાઈડ. 75 મુસાફરો પ્રતિ દિવસ લઈ શક્શે આ મજા.

● અમદાવાદ

નેપાળ પોલીસના 180 કર્મીઓને રક્ષા શક્તિ ખાતે આપવામાં આવશે તાલીમ. 1.80 કરોડનો ખર્ચ ઉઠાવશે ભારત સરકાર:સોર્સ.

● અમદાવાદ

જમ્મુમાં શહીદ થયેલ વીર જવાન મહિપાલસિંહ વાળાને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય. સીએમએ આપી શ્રદ્ધાંજલિ. મોટી સંખ્યામાં લોકો જોડાયા.

● અમદાવાદ

વટવાના રીક્ષા ચાલકે વ્યાજખોરોના ત્રાસથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું: સૂત્ર.

● પાવાગઢ

આજથી 11 ઓગસ્ટ સુધી મેઇન્ટેનન્સને લઈ રોપવે સેવા બંધ કરવામાં આવી.

● અંકલેશ્વર

પાનોલી GIDCની ખાનગી કંપનીમાં લાગી ભીષણ આગ. આગ પર કાબુ મેળવાયો.

● સુરત

ડીંડોલીમાં અસામાજિક તત્વો બેફામ. પાનના ગલ્લા પર કરી મારામારી:સોર્સ.

● રાજકોટ

આજે મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નક્કી થશે હોદ્દેદારો.

● રાજકોટ

આજે સ્વાવલંબી ઉદ્યોજક પરિષદ યોજાશે. સૌરાષ્ટ્ર ભરના ઉદ્યોગકારો જોડશે.

● જામનગર

હાઇવે પરથી SOGએ ઝડપાયું ગેસ રિફીલિંગનું કૌભાંડ. 74 લાખનો મુદામાલ કબજે કરાયો.

● જામનગર

શહેરના દરેડમાંથી વધુ એક નકલી ડોક્ટરને ઝડપી પાડતી શહેર SOG.

● જામનગર

શહેરના રોડ રસ્તા સોસાયટીઓમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. રસ્તા પર અડિંગો જમાવી બેસે છે ઢોર. તંત્ર ઘોર નિંદ્રામાં. ચાલકો અને લોકોમાં જોવા મળી રહ્યો છે રોષ.

● જામનગર

ધ્રોલમાં વિધર્મી વ્યક્તિ દ્વારા મંદિર, કાર અને ઘર પર કર્યો પથ્થરમારો. પોલીસે ધરપકડ કરી.

● ખંભાળિયા

12 બોરની ગેરકાયદેસર બંદૂક સાથે એકને ઝડપી લેતી SOG.

● દેવભૂમિ દ્વારકા

પોલીસે 15 હજારની નશાયુક્ત સીરપ કરી જપ્ત. એકની કરી ધરપકડ.

● મહેસાણા

આજથી ઊંઝાના ઉમિયાધામમાં અખંડ ધુનની થશે શરૂઆત.

●અંબાજી

ગબ્બરમાં દીપડો દેખાતા. 51 શક્તિપીઠ પરિક્રમા બંધ કરવામાં આવી.

●પાટણ

રાધનપુરમાં 20 વર્ષના યુવકનું ડેન્ગ્યુના કારણે મૌત.