ICC Cricket World Cup : પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓને ભારતીય વિઝા (VISA) વિશે માહિતી નથી, મેચની ટિકિટો બરબાદ

0
268
#INDvsPAK Cricket Lovers
#INDvsPAK Cricket Lovers

ICC Cricket World Cup : ક્રિકેટ વર્લ્ડ કપ તેના બીજા સપ્તાહમાં પ્રવેશી રહ્યો છે, ત્યારે મેચની ટિકિટ ખરીદીને બેઠેલા પાકિસ્તાની ક્રિકેટ ચાહકો ભારતની ‘વિઝા નીતિ’ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. ICC Cricket World Cup માં પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓમાં નિરાશ થયા છે. કારણ કે તેઓ ભારતીય વિઝા અંગેના અસ્પષ્ટતાના કારણે ICC Cricket World Cup 2023 જોવા માટે ભારતનો પ્રવાસ કરી શકે તેમ નથી.

ઘણા મેચ ટિકિટ ધારકોએ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ટિકિટ પર ખર્ચવામાં આવેલા તેમના પૈસા વેડફાઈ જશે કારણ કે, પાકિસ્તાન સ્થિત ભારતીય હાઈ કમિશને હજી પણ પાકિસ્તાનના મેચ ટિકિટ ધારકો માટે વિઝા નીતિ જાહેર કરી નથી, જ્યારે ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (ICC Cricket World Cup)ની ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થઇ ગઈ છે.

2 top
INDvsPAK Cricket Lovers

એક ક્રિકેટપ્રેમી ફૈઝાનના જણાવ્યાનુસાર, “અમે રિફંડ માટે લાયક નથી કારણ કે અમે બૂક કરાવેલી ટિકિટ  ‘નો શો’ કેટેગરીમાં આવે છે.” તેમણે ICC Cricket World Cup 2023 ટૂર્નામેન્ટની પાકિસ્તાન બે મેચોની ટિકિટ ખરીદી હતી.

તેમણે વધુમાં કહ્યું, “ટૂર્નામેન્ટ લગભગ એક અઠવાડિયા ઉપરથી ચાલી રહી છે, તેમ છતાં પાકિસ્તાની ચાહકો માટે હજુ પણ કોઈ વિઝા નીતિ બનવવામાં આવી નથી.”

ફૈઝાને 6 ઓક્ટોબરે તેના મિત્રો સાથે પ્રથમ મેચ માટે લગભગ બે મહિના પહેલા ઓગસ્ટમાં પ્રી-સેલ ઓફરમાં ટિકિટો ખરીદી હતી.

“મેં અને અન્ય ત્રણ મિત્રોએ સાથે ટિકિટ ખરીદી હતી અને અમારી ટીમને ભારતમાં વર્લ્ડ કપ રમતા જોવી એ અમારા માટે જીવનભરની યાદગાર ક્ષણ બનવાની હતી, પરંતુ અમારે ભારતીય વિઝા કેવી રીતે મેળવવા તેની કોઈ જાણકારી અત્યાર સુધી અમારી પાસે નથી.” – ફૈઝાન (Pakistani Fans)

વર્ષોથી બંને દેશો વચ્ચેના કડવા સંબંધોને જોતાં, વિઝા મેળવવાની પ્રક્રિયા લાંબી અને કંટાળાજનક છે અને ઘણી વખત બંને બાજુની સરકારી સુરક્ષા એજન્સીઓ તરફથી કડક સુરક્ષા તપાસની જરૂર પડે છે, જે એક લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા છે.

India vs Pakistan
India vs Pakistan

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ (Cricket World Cup) જેવી ખાસ ઇવેન્ટ માટે ભારતની મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા પાકિસ્તાની મેચ ટિકિટ ધારકો અને આવી ઇવેન્ટ્સને કવર કરતા પત્રકારોની જરૂરિયાતોને પૂરી કરવા માટે રચાયેલ ખાસ વિઝા નીતિઓ હેઠળ અરજી કરવાનું કહેવામાં આવે છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પાકિસ્તાની ક્રિકેટ ચાહકો અને પત્રકારો દ્વારા સામનો કરવામાં આવતી મૂંઝવણ પર “ગંભીર ચિંતા અને દુ:ખ” વ્યક્ત કર્યું છે. અને રાજદ્વારી માર્ગ (diplomatic route) દ્વારા ભારત સરકારને સંદેશ આપ્યો છે.

બોર્ડે (PCB)એ આ અઠવાડિયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “PCBના અધ્યક્ષ ઝકા અશરફે પાકિસ્તાનના વિદેશ સચિવ સાયરસ સજ્જાદ કાઝીને આ અંગે માહિતીગાર કર્યાં છે. નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન ઓફિસ આ મુદ્દો ભારતના ગૃહ મંત્રાલય સામે ઉઠાવે અને પાકિસ્તાની ક્રિકેટપ્રીમોઓને ત્વરિતતાથી વિઝા ઇશ્યૂ કરવામાં મદદ કરવા વિનંતી કરી છે.”

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં 2019ના હુમલા અને “આતંકવાદી પ્રશિક્ષણ શિબિરો” પર ભારત દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીથી ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધ્યો હતો. જેના પગલે પાકિસ્તાન અને ભારતે રાજદ્વારી સંબંધોને ઓછા કરવામાં આવ્યા હતા.

11 ઓકટોબરના રોજ, PCBના અધ્યક્ષ ઝકા અશરફ જણાવ્યું હતું કે “વિદેશ કાર્યાલય સાથેની ક્રિયા-પ્રતિક્રિયાઓનો સકારાત્મક પ્રભાવ અને વાતચીતમાં મદદ મળી છે. પાકિસ્તાની પત્રકારોને વિઝા મેળવવા માટે તેમના પાસપોર્ટ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે.”

અગાઉ, ICCએ પાકિસ્તાની પત્રકારોને મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ માટે PCBની મીડિયા ટીમને WhatsApp મેસેજ દ્વારા ક્રિકેટ ટીમને પૂછવાના પ્રશ્નો “સબમિટ” કરવા કહ્યું,

2011 માં, ભારતે બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે ટૂર્નામેન્ટનું સહ-આયોજન કર્યું હતું. જેમાં ઘણા પાકિસ્તાની ચાહકો અને પત્રકારો તેમની ટીમની સેમિફાઇનલ જોવા માટે સરહદ પાર કરી શક્યા હતા.

સના કાઝમી, જેઓ પાકિસ્તાનની પ્રશંસક (die-hard Pakistan fan) છે, તેણે 2011માં મોહાલીમાં સેમિફાઇનલ જોઈ હતી, પરંતુ આ વખતે તેણે સરહદ પાર કરવાનો પ્લાન રદ કરી દીધો છે.

તેમણે કહ્યું, “2011 માં, ભારતીય વિઝા વેબસાઇટ પર નેવિગેટ કરવું એ ખૂબ મુશ્કેલ હતું, પરંતુ ઓછામાં ઓછું અમે તે પ્રક્રિયામાંથી પસાર થઈ શકતા હતા. જ્યારે આ વખતે, અમે વેબસાઇટને બિલકુલ ઍક્સેસ જ કરી શકતા નથી.”

કાઝમીના જણાવ્યાનુસાર તેણી અને તેના બે મિત્રો 2011ની ભારત-પાકિસ્તાન સેમિફાઇનલના કલાકો પહેલા વાઘા-અટારી બોર્ડર દ્વારા ભારતમાં પ્રવેશ્યા હતા. જ્યારે તેને ટિકિટ શોધવામાં અને હોટલનો રૂમ બુક કરાવવામાં મદદની જરૂર હતી, ત્યારે સરહદ પારના સંપૂર્ણ અજાણ્યા લોકોએ સોશિયલ મીડિયા પર મદદ માટે કાઝમીની વિનંતી જોઈ અને અનેક ભારતીયો મદદ કરવા આગળ આવ્યા.

કાઝમીએ વધુમાં કહ્યું, “અત્યારની પરિસ્થિતીમાં જો પાકિસ્તાની ચાહકો અથવા પત્રકારો આ વર્લ્ડ કપ માટે ભારતની મુસાફરીમાં તેમને પડતી મુશ્કેલીઓ વિશે સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કરે છે, તો તેમને ભારતીયો તરફથી અભદ્ર અને અપમાનજનક પ્રતિસાદ મળી રહ્યા છે.”

ગુજરાતના (Gujrat) અમદાવાદમાં ભારત-પાકિસ્તાન (#INDvsPAK) ટૂર્નામેન્ટની નિર્ણાયક મેચની ટિકિટ ધરાવતા એક પાકિસ્તાની ચાહકે કહ્યું કે, તેણે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium )માં મેચ જોવાનું સપનું છોડી દીધું છે.

“મેં ટિકિટ મેળવવા માટે હજારો [પાકિસ્તાની] રૂપિયા ખર્ચ્યા, પરંતુ તે બધા વ્યર્થ જશે કારણ કે મને સમયસર વિઝા મળવાની કોઈ આશા નથી.”

“મેં ઈસ્લામાબાદમાં સરકારી અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેઓ પણ અમારી જેમ વિઝા પ્રક્રિયા વિશે અજાણ છે.” – પાકિસ્તાની ક્રિકેટપ્રેમી (Pakistani Fans)

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન Cricket World Cup માં અગાઉ સાત વખત સામસામે આવી ચૂક્યા છે – (વર્ષ 1992, 1996, 1999, 2003, 2011, 2015 અને 2019)

રમત-જગત અને વર્લ્ડ કપ 2023ને લગતા વધુ સમાચાર માટે – કલિક કરો અહી –

INDIA vs PAKISTAN MATCH : મોદી સ્ટેડિયમ NSGની એન્ટી ડ્રોન સહિત હિટ ટીમના હવાલે

Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?

Rachin Ravindra (રચિન રવિન્દ્ર) વિશે 6 ફેક્ટસ નહીં સાંભળ્યા હોય, જાણો ભારતીય મૂળના ક્રિકેટર વિશેની વિગતો

ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચમાં કાગડા ઉડયા, ખાલી સ્ટેડિયમના ફોટા થયા વાયરલ ; શું આ ODIનો અંત છે..?

ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચમાં મ્યુઝીક સેરેમની આકર્ષણ જમાવશે

ભારત પાકિસ્તાન મેચમાં કાળા બજારિયાઓ બેફામ , એક લાખમાં ટીકીટ વેચાઈ