વાઇબ્રન્ટ ગુજરાત :ફિલ્મ નિર્માતાઓ,કલાકારો સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે ચર્ચા કરી

1
52
વાઇબ્રન્ટ ગુજરાત :ફિલ્મ નિર્માતાઓ,કલાકારો સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે ચર્ચા કરી
વાઇબ્રન્ટ ગુજરાત :ફિલ્મ નિર્માતાઓ,કલાકારો સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે ચર્ચા કરી

આગામી જાન્યુઆરી-2024માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે આજે દેશની આર્થિક રાજધાની મુંબઈ ખાતે વાઇબ્રન્ટ ગુજરાતમાં રોકાણ વધે અને રાજ્યને રોજગારી ઉપરાંત આર્થીક સમૃદ્ધિ વધે તે  અંતર્ગત  સીએમ  ભુપેન્દ્ર પટેલે  ભારતની પ્રાઈવેટ સેક્ટરની અગ્રણી કંપનીઓ સાથે વન ટુ વન બેઠક કરી. દેશના અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક કરી જે અંતર્ગત  ગુજરાતમાં આગામી સમયમાં આયોજિત થનાર 69મા ફિલ્મફેર એવોર્ડ્સની પૂર્વ તૈયારીઓ માટે મુંબઇ ખાતે આયોજિત પ્રિ-ઇવેન્ટમાં ફિલ્મ જગત સાથે સંકળાયેલા ફિલ્મ નિર્માતાઓ, કલાકસબીઓ અને અગ્રણીઓ સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે સંવાદ સાધ્યો.  આ પ્રસંગે ફિલ્મ જગતની હસ્તીઓને ગુજરાતની સિનેમેટિક ટુરિઝમ પોલિસીનો લાભ લેવા અને ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે આવવા માટે આમંત્રણ પાઠવ્યું  હતું. ફિલ્મફેર એવોર્ડ્સ જેવી ઇવેન્ટ્સના માધ્યમથી રાજ્યમાં ટુરિઝમ અને કલ્ચરનું પ્રમોશન, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં રોજગારીની નવી તકો ઊભી થશેતે વાત પર મુખ્યમંત્રીએ ભાર મુક્યો.

વાઇબ્રન્ટ ગુજરાત અંતર્વગત વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રીકાળમાં રાજ્યમાં ટુરિઝમ અને ફિલ્મ શૂટિંગના પ્રોત્સાહન માટે વિવિધ પહેલ હાથ ધરવામાં આવી, જેના પરિણામે ગુજરાત પ્રવાસનની સાથે ફિલ્મ શૂટિંગ અને ફિલ્મ પ્રોડક્શન માટે પણ ‘પ્રિફર્ડ ડેસ્ટિનેશન’ બન્યું છે.ત્યારે બોલીવુડ સાહિતના દેશભરની ભાષામાં બનતી ફિલ્મ નિર્માતાઓ કલાકારોને ગુજરાતમાં આવીને અલગ અલગ લોકેશન પર ફિલ્મને લગતા કામકાજ અંગે આમત્રણ આપ્યું. વાઇબ્રન્ટ ગુજરાતમાં અનેક રોકાણો થકી રાજ્ય સરકાર તમામ સુવિધાઓ આપવા કટિબદ્ધ છે તેમ સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું.

મુંબઈ ખાતે એસ્સાર કંપનીના ગૃપ ડિરેક્ટર  સાથે મુલાકાત કરી. ગુજરાતને રિન્યૂએબલ એનર્જીનું હબ બનાવવાની દિશામાં રાજ્ય સરકારના પ્રયાસો તેમજ ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ક્ષેત્રે રહેલી તકો અંગે ચર્ચા કરી.મુંબઈ ખાતે રિલાયન્સના  ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે વન-ટુ-વન બેઠક કરી. તેમની સાથે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તથા ઔદ્યોગિક મૂડીરોકાણ અંગે તેમજ ગુજરાતમાં ફ્યુચર-રેડી મેગા પ્રોજેક્ટ્સમાં સહભાગિતાનું ફલક વ્યાપક બનાવવા અંગે ફળદાયી ચર્ચા કરી. આગામી જાન્યુઆરી-2024 માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભે આજે દેશની આર્થિક રાજધાની મુંબઈ ખાતે અયોજિત રોડ-શૉ પ્રસંગે રાજ્યના મંત્રીઓની સાથે ઉપસ્થિત રહી ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે સંવાદ સાધ્યો.

ગુજરાતના મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ફ્યુચરિસ્ટિક પ્રકલ્પો, સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપન અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ નીતિની રૂપરેખા ઉદ્યોગકારોને આપીને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આમંત્રણ પાઠવ્યું.  વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે ગુજરાતને એક નવી ઓળખ આપી છે. ગુજરાતને દેશના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આ સમિટની મોટી ભૂમિકા છે. વર્ષ 2024 ની સમિટ અમૃતકાળની પ્રથમ વાઈબ્રન્ટ સમિટ હશે. “ગેટ-વે ટુ ધી ફ્યુચર” ની થીમ સાથે યોજાનાર આ સમિટ ગુજરાતના અમૃતમય વિકાસ ઉપરાંત માનનીય પ્રધાનમંત્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં પાયારૂપ બનશે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.