I.N.D.I.A: ગઠબંધનના સાંસદો મણિપુરના રાજ્યપાલને મળ્યા

0
50
I.N.D.I.A ગઠબંધનના સાંસદો મણિપુરના રાજ્યપાલને મળ્યા
I.N.D.I.A ગઠબંધનના સાંસદો મણિપુરના રાજ્યપાલને મળ્યા

ઇન્ડિયા ગઠબંધનના સાંસદો મણિપુરના રાજ્યપાલને મળ્યા

ઇમ્ફાલમાં રાજભવનમાં રાજ્યપાલ સાથે કરી મુલાકાત

કોંગ્રેસના સાંસદ અધીરરંજન ચૌધરીનું નિવેદન

સંસદમાં કેન્દ્ર સરકાર પર દબાણ બનાવીશુઃઅધીરરંજન ચૌધરી

I.N.D.I.A ગઠબંધનના સાંસદો મણિપુરના રાજ્યપાલને મળ્યા હતા .વિપક્ષી એલાયન્સ I.N.D.I.A ના સાંસદો મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળવા રાજભવન ઇમ્ફાલ પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ અધીરરંજન ચૌધરીએ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે મુખ્ય વાત એ છે કે મણિપુરમાં થયેલી હિંસાને અવગણવામાં આવી છે. ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે અમને તક મળતાં જ અમે સંસદમાં કેન્દ્ર સરકાર પર દબાણ બનાવીશું અને લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી અહીં જે ખામીઓ જોવા મળી છે તે રજૂ કરીશું. અમે ભારત સરકારને વિલંબ ન કરવા, અમારા અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારવા અને મણિપુર મુદ્દા પર ચર્ચા કરવાની અપીલ કરીએ છીએ. પરિસ્થિતિ વણસી રહી છે અને તે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ વધારી રહી છે. વિપક્ષી ગઠબંધને મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકે સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે રાજ્યપાલે સૂચન કર્યું છે કે મણિપુરની પરિસ્થિતિનો ઉકેલ શોધવા માટે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ.

શુક્રવારે મણિપુરમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના પ્રતિનિધી મંડળ રાહત શિબિરોની મુલાકાતે પહોચ્યો , ત્યારે ટીએમસી સાસંદ સુસ્મિતા દેવએ કહ્યુ છે કે જે કામ પીએમ મોદી અથવા ભારત સરકારે કરવાનું હતું તે કામ વિપક્ષો કરી રહ્યા છે, કેન્દ્ર સરકારે પ્રતિનિધી મંડળ મોકવાની જવાબદારી હતી, ત્યારે અહી લોકોની હાલત ખરાબ છે, સરકારે ભલે કહેતી હોય કે સ્થિતિ કાબુમાં છે,,તો પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે, સાથે તેઓએ કહ્યુ છે કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પીએમ મોદીને ખુશ કરવા માટે એટલા હદ સુધી નિચે પડી ગયા છએ કે તેઓ મહિલા પહેલવાનો વિશે પણ કઇ નહતા બોલ્યા,  હાલ ઇન્ડિયા ગંઠબંધનના 21 સાંસદો ચાંદચુરા પુરમા રાહત શિબિરોની મુલાકાત કરી હતી,શુક્રવારે મણિપુરના રાજ્યપાલે મણિપુરમાં હાલ વિપક્ષી દળો ઇન્ડિયાના સભ્યો મણિપુર સ્થિતિ જોવા પહોચ્યા છે, ત્યારે મણિપુરના રાજ્યપાલ અનસુઇયા ઉઇકેએ જણાવ્યુ છે કે ચુરાચાંદપુરના રાહત કેન્દ્રોની મુલાકાત લીધી છે, લોકો પુછી રહ્યા છે કે રાજ્યમાં શાંતિ ક્યારે સ્થાપિત થશે, હુ પ્રયત્ન કરી રહ્યો છુ કે  કુકી અને મૈતેઇ સમુદાય વચ્ચે સમાધાન થાય,તમામ રાજનીતિક દળોએ તેમાં મદદ કરવાની જરુર છે, સાથે ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને પણ અપીલ કરુ છુ કે તેઓ રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે મદદ કરે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.