રાજસ્થાન રોયલ્સના બોલર્સ સામે હૈદરાબાદના બેટ્સમેન ઘૂંટણીયે

0
54

IPLની ચોથી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ

રાજસ્થાન ૨૦૪/૫, હૈદરાબાદ ૧૩૧/૮

બટલરે ૨૨ બોલમાં ૫૪ રન ફટકાર્યા, ચહલની ૪ વિકેટ

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી આઈપીએલની ચોથી મેચમાં રાજસ્થાને શાનદાર વિજય મેળવ્યો છે. હૈદરાબાદને તેના ઘરઆંગણે પરાજય આપતા જ રાજસ્થાને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. આ મેચમાં રાજસ્થાને ૨૦ ઓવરમાં ૫ વિકેટના ભોગે ૨૦૩નો ખડકલો ઉભો કરી દીધો હતો અને હૈદરાબાદના જીત માટે ૨૦૪ રનનું લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ હૈદરાબાદના બેટ્સમેન રાજસ્થાનના બોલર્સ સામે તમામ મોરચેથી નિષ્ફળ રહ્યા હતા. ૨૦૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી માત્ર ૧૩૧ રન જ બનાવી શકી હતી. રાજસ્થાને આ મેચમાં ૭૨ રનથી જીત હાંસલ કરી છે. આ મેચમાં રાજસ્થાન તરફથી યશસ્વી જૈસ્વાલે ૩૭ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા, ત્યારબાદ જોસ બટલરે ૨૨ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા. સેમસને ૩૨ બોલમાં ૫૫ રનની ઇનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી અબ્દુલ સમદે સૌથી વધુ ૩૨ બોલમાં ૩૨ રન ફટકાર્યા હતા, જયારે મયંક અગ્રવાલે ૨૩ બોલમાં ૨૭ રન ફટકાર્યા હતા. આ મેચમાં રાજસ્થાન તરફથી ચહલે ૪ વિકેટ જયારે બોલ્ટે ૨ વિકેટ ઝડપી હતી.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.