HomeUncategorizedજૂનાગઢ રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ માટે લોકોનો ભારે ધસારો

જૂનાગઢ રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ માટે લોકોનો ભારે ધસારો

દરરોજ 51 જેટલા દસ્તાવેજો થઇ રહ્યા છે, ૧૮ એપ્રિલ સુધી વેઈટીંગ

ગુજરાતમાં નવી જંત્રીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે, તે વચ્ચે જૂનાગઢ રજીસ્ટ્રાર કચેરી ખાતે હજુ પણ જૂના ભાવે નોંધણી કરવા માટે લાંબી લાઈનો લાગી છે. છેલ્લા બે મહિનાથી જૂનાગઢ રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ માટે લોકોને ભારે રાહ જોવી પડી રહી છે. અહીં દરરોજ 34 જેટલા દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવતી હતી, પરંતુ નવી જંત્રી જાહેર થવાની સાથે જ દરરોજ 51 જેટલા દસ્તાવેજો કરવામાં આવી રહ્યા છે.  અહીં 18 તારીખ સુધી દસ્તાવેજ માટે લોકોને વેટિંગ બતાવવામાં આવે છે, જ્યારે 19 તારીખથી નવી જંત્રી મુજબ દસ્તાવેજની નોંધણી શરૂ કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments