Great River of India: કેવી રીતે સુકાઈ ગઈ ‘ભારતની મહાનદી’, ગુજરાતમાં ક્યાંથી વહેતી હતી?

0
332
Great River of India: કેવી રીતે સુકાઈ ગઈ 'ભારતની મહાનદી', ગુજરાતમાં ક્યાંથી વહેતી હતી?
Great River of India: કેવી રીતે સુકાઈ ગઈ 'ભારતની મહાનદી', ગુજરાતમાં ક્યાંથી વહેતી હતી?

Great River of India: હિંદુઓમાં કર્મકાંડ સમયે પવિત્ર નદીઓના જળને અર્પિત કરવામાં આવે છે. તેમાં ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, સિંધુ અને કાવેરી નદી ઉપરાંત સરસ્વતી નદીનું આહ્વાન કરવામાં આવે છે. સરસ્વતી નદીના અસ્તિત્વને સ્વીકારનારાઓ આ મહાનદી લુપ્ત થઈ ગઈ હોવાનું માને છે. તેમનું માનવું છે કે, પ્રાચીન સમયમાં આ નદી ‘કુંવારી’ નહોતી અને તે હરિયાણામાં ઉદ્ભવી, ગુજરાતમાં પ્રવેશીને દરિયામાં સમાઈ જતી હતી.

તાજેતરનાં વર્ષોમાં મળેલા ભૂસ્તરીય અને પુરાતત્વીય પુરાવા પ્રાચીન સમયમાં સરસ્વતી નદીનું અસ્તિત્વ હોવાની વાતને બળ આપતા હોવા છતાં સરસ્વતી (Great River of India) નદી સાથે જાડેયાલી માન્યતા વધુ એક સવાલને જન્મ આપે છે. પ્રશ્ન એ ઉદ્દભવે છે કે, આર્યો મૂળતઃ ભારતીય હદ વિસ્તારના હતા અને તેમણે બહાર તરફ હિજરત કરી કે પછી તેઓ બહારથી આવીને ભારતમાં સ્થાયી થયા હતા? એ મતલબના લગભગ એક સદીથી પણ જૂના શાસ્ત્રાર્થનો જવાબ સરસ્વતી નદીના અસ્તિત્વમાં રહેલો છે.

કેન્દ્રની ભાજપ સરકાર ઉપર ચોક્કસ વર્ગને ખુશ કરવા માટે મિથકરૂપ સરસ્વતી નદી (Great River of India) ને વાસ્તવિક સાબિત કરવા માટે પ્રયાસ કરી રહી છે.

Great River of India સરસ્વતી નદીના તથ્યો

સરસ્વતી નદીના અસ્તિત્વ વિશે એક સદી કરતાં વધુ સમયથી ઇતિહાસકારો, પુરાતત્ત્વવિદો અને ભૂસ્તરશાસ્ત્રીઓની વચ્ચે વાદ-વિવાદ રહ્યો છે. સરસ્વતી નદીના અસ્તિત્વ ઉપરથી પડદો ઊંચકાય તો હડપ્પા અને વૈદિક સંસ્કૃત્તિની સીમાઓ વિશે માહિતી મળી શકે. હાલમાં એવી માન્યતા પ્રવર્તમાન છે કે તે પૂર્વ અફઘાનિસ્તાનથી લઈને સિંધુ અને ગંગા-યમુનાના વિસ્તારમાં ફેલાયેલી હતી.

ઇરફાન હબીબ, રોમિલા થાપર અને રાજેશ કોચર જેવા જાણકારોના મતે સરસ્વતી નદી એ વાસ્તવમાં પૂર્વ અફઘાનિસ્તાનની ‘હરક્ષવતી‘ નદી હોઈ શકે છે અને તેના ઉપરથી આ નામ ઊતરી આવ્યું હશે. ઋગવેદની શરૂઆતની ઋચાઓ લખનારા સિંધુપ્રદેશમાં ઊતરી આવ્યા તે પહેલાં આ લોકો ઉપરોક્ત નદીના કિનારે રહેતા હશે.

ભારત કેન્દ્રિત થિયરી મુજબ, વૈદિકકાળના આર્યો ભારતીય હતા અને પાછળના તબક્કે તેમણે પૂર્વ અને ઉત્તર તરફ હિજરત કરી હતી. સિંધુ નદી જેવી મોટી અને વિશાળ નદી વર્તમાન સમયના ભારતની હદમાં અસ્તિત્વ ધરાવતી હતી, એ વાત પુરવાર થાય તો તેમની થિયરીને બળ મળે તેમ છે. એક મત મુજબ, સરસ્વતીએ વાસ્તવમાં નદીના બદલે દેવીસ્વરૂપ વિવરણ છે. અન્ય કેટલાક નિષ્ણાતોના મતે સરસ્વતી નદી વાસ્તવમાં હાલની સિંધુ નદી હોઈ શકે છે.

વર્તમાન સમયમાં હરિયાણામાં સરસ્વતી નામથી નદી વહે છે, પરંતુ તેનું ઉદ્દગમસ્થાન પહાડોમાં નથી અને તે દરિયા સુધી પહોંચતી પણ નથી. ‘ઘગ્ગર‘ નદી સાથે તેનું જોડાણ બહુ પ્રાચીન નથી. તેને રણમાં ઠલવાતી ‘હકરા‘ નદી સાથે જોડવામાં આવે તો પણ તે સરસ્વતી નદી ન હોઈ શકે.

Great River of India sarswati
Great River of India: કેવી રીતે સુકાઈ ગઈ ‘ભારતની મહાનદી’, ગુજરાતમાં ક્યાંથી વહેતી હતી?

Great River of India: વેદકાલીન સરિતા ‘સરસ્વતી’

હિંદુઓમાં 4 વેદને પવિત્ર માનવામાં આવે છે, જેમાંથી ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. પ્રાચીન સંસ્કૃત ભાષામાં છે. તે આજથી કરીને લગભગ 3500 વર્ષ પૂર્વે ભારત-પાકિસ્તાનના પંજાબમાં તૈયાર થયો હતો. ઋગ્વેદની 45 ઋચામાં સરસ્વતી નદીની પ્રશંસા કરવામાં આવી છે અને તેનો ઉલ્લેખ 72 વખત આવે છે. ‘ભારે પ્રવાહ’, ‘શ્રેષ્ઠોમાં શ્રેષ્ઠ’, ‘વૈભવ અને તાકતમાં અન્ય નદીઓ કરતાં ચઢિયાતી’, ‘અમર્યાદ, સળંગ અને ધસમસતી’ અને ‘તોફાની ગર્જના કરતી’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઋગ્વેદના 10મા મંડળની 75મી ઋચાના પાંચમા શ્લોકમાં ‘નદીસ્તુતી સુક્તમ’માં તે યમુના અને સતલજ નદીની વચ્ચે હોવાનું વિવરણ મળે છે. આ સિવાય ઋગ્વેદના 7માં મંડળની 95મી ઋચાની બીજી કડીમાં ‘પર્વતથી સાગર સુધીની શુદ્ધ ધારા’ (Great River of India) એવી રીતે વર્ણવામાં આવી છે.

સરસ્વતી નદી માટે ‘સિંધુમાતા’ એટલે કે નદીઓની માતા એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. તે ગુપ્ત રીતે વહેતી હોવાથી ‘અંતરવાહિની’ (Great River of India – Saraswati) તરીકે પણ ઓળખાય છે. સરસ્વતી નદીના કિનારે ત્રુત્સુ-ભારત નામની જાતિ રહેતી હતી એટલે તે ‘ભારતી’ના નામથી પણ ઓળખાય છે.

‘મહાભારત’ના શલ્યપર્વના વિવરણ પ્રમાણે, કૃષ્ણના મોટાભાઈ બલરામે કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોના યુદ્ધમાં ભાગ નહોતો લીધો અને તે સમયે તેઓ તીર્થયાત્રા પર હતા. બલરામે દ્વારકાથી યાત્રા શરૂ કરી હતી અને ‘વિનાશન’ નામના સ્થળે તેમણે રેતીમાં લુપ્ત થતી સરસ્વતી નદી (Great River of India – Saraswati) જોઈ હતી. આ જગ્યા હાલના થારના રણમાં આવેલી હોવાનું માનવામાં આવે છે. તે કુરુક્ષેત્રમાં ઓઘાવતીના નામેે વહેતી હતી. તેમાં સાત નદીઓ ભળતી હોવાનું જણાવવામાં આવ્યું છે.

Great River of India

તો એ સરસ્વતી નદી કઈ ?

જો સરસ્વતી નદી હાલના હરિયાણાથી લઈને કચ્છના રણમાં ભળતી હતી તો પછી પ્રયાગરાજની સરસ્વતી નદીનું શું? હિંદુઓની માન્યતા છે કે, પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને સરસ્વતી નદી મળે છે. જ્યાં દર 12 વર્ષે કુંભમેળો પણ ભરાય છે. ભૂરા અને લીલા રંગનાં અલગ-અલગ જળને કારણે ગંગા અને યમુનાનો સંગમ તો જોઈ શકાય છે, પરંતુ અંતરવાહિની સરસ્વતી નદી ગુપ્ત રીતે ભળતી હોવાનો સ્થાનિકોનો વિશ્વાસ છે.

“સરસ્વતી નદીનો પ્રવાહ એકધારો નથી રહ્યો, ભૂગર્ભીય ઉથલપાથલોને કારણે તે હંમેશાં બદલાતો રહ્યો હતો. કચ્છમાં જે સરસ્વતી નદી વિસર્જિત થતી હતી, તે વૈદિકકાલીન સરસ્વતી (Great River of India – Saraswati) ની વાત છે.”

પહેલાંના સમયમાં આદિબદરીથી સરસ્વતી નદીનો પ્રવાહ બે ભાગમાં ફંટાતો. એક કુરુક્ષેત્રથી આગળ વધીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ થઈને નીચે પ્રયાગરાજ સુધી પહોંચતો. જ્યારે બીજો પ્રવાહ દુષ્દ્વતી સ્વરૂપે હાલના કરનાલથી રોહતકના મહમ પાસેથી થઈને રાજસ્થાનના ચુરુથી ઉત્તર પ્રદેશના મૈનપુરીની પાસેથી આગળ વધે છે, જે નીચે સંગમ સુધી લંબાઈ છે.

ડૉ. ચૌધરી પોતાના સંશોધન માટે સૅટેલાઇટની રિમૉટ સેન્સિંગ તથા જીઆઈએસ દ્વારા લેવાયેલી તસવીરોના આધારે પ્રાચીન સરસ્વતી નદીના ભૂગર્ભ જળપ્રવાહને ટાંકે છે. આ માટે કિનારાના પ્રદેશોમાં ફિલ્ડવર્ક દ્વારા પુરાતત્ત્વીય અવશેષોને શોધવાની વાત કહે છે.

વર્ષ 2021માં સીએસઆઈઆર-એનજીઆરઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનોનાં તારણ પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં. જે મુજબ પ્રયાગરાજના સંગમની આગળ જમીનની નીચે 45 કિલોમીટર લાંબો પ્રાચીન જળપ્રવાહ અસ્તિત્વ ધરાવે છે. જે સરસ્વતી નદી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. તેમાં એક હજાર મિલિયન ક્યુબિક મીટર જળસંગ્રહ કરવાની ક્ષમતા છે.

જોકે, હિંદુઓની ધાર્મિકવિધિઓમાં, કર્મકાંડોમાં, શ્લોકોમાં સરસ્વતી નદીનું અસ્તિત્વ હતું અને કદાચ આવનારા સમયમાં પણ રહેશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો