History at Motera: ટી-20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક ‘ડબલ સુપર ઓવર’: સાઉથ આફ્રિકા સામે અફઘાનિસ્તાનનો રોમાંચક પરાજય, કેશવ મહારાજ બન્યા હીરો

0
76

History at Motera: ક્રિકેટ જગતના ઇતિહાસમાં અને ખાસ કરીને ટી-20 વર્લ્ડ કપમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળી. સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં છેક બીજી સુપર ઓવર સુધી રસાકસી ચાલી હતી, જેમાં આખરે સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવીને જીત હાંસલ કરી છે.

History at Motera

History at Motera: મેચની રોમાંચક ક્ષણો: 187 રને સ્કોર ટાઈ

પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 187/6 રન બનાવ્યા હતા. રાયન રિકલ્ટન (61) અને ક્વિન્ટન ડી કોક (59) ની શાનદાર ફિફ્ટીની મદદથી આ સ્કોર ઉભો થયો હતો. 188 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે પણ જબરદસ્ત લડત આપી. રહેમાનુલ્લાહ ગુરબાઝે માત્ર 42 બોલમાં 84 રન ફટકારી અફઘાન ટીમને જીતની નજીક પહોંચાડી હતી. જોકે, છેલ્લી ઓવરના અંતિમ બોલ પર ફઝલહક ફારૂકી રનઆઉટ થતા સ્કોર 187-187 પર ટાઈ રહ્યો હતો.

History at Motera

History at Motera: પ્રથમ સુપર ઓવર: ફરી સ્કોર સરભર

પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્તાને 17 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાને જીતવા માટે છેલ્લા બોલે છગ્ગાની જરૂર હતી અને ટ્રિસ્ટન સ્ટબ્સે સિક્સ ફટકારીને પ્રથમ સુપર ઓવર પણ 17-17 થી ટાઈ કરાવી હતી.

History at Motera: બીજી સુપર ઓવર: કેશવ મહારાજની કમાલ

ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત રમાયેલી બીજી સુપર ઓવરમાં:

  • આફ્રિકાની બેટિંગ: ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલરે આક્રમક બેટિંગ કરી 6 બોલમાં 23 રન બનાવ્યા અને અફઘાનિસ્તાનને 24 રનનો ટાર્ગેટ આપ્યો.
  • કેશવ મહારાજનો જાદુ: 24 રન ડિફેન્ડ કરવા ઉતરેલા કેશવ મહારાજે દબાણ વચ્ચે શાનદાર બોલિંગ કરી. પહેલા બોલ ડોટ નાખ્યા બાદ મોહમ્મદ નબીને આઉટ કર્યો. ગુરબાઝે સતત 3 છગ્ગા ફટકારીને આશા જગાવી હતી, પરંતુ છેલ્લા બોલે તે ચૂકી જતાં અફઘાનિસ્તાન માત્ર 19 રન બનાવી શક્યું અને આફ્રિકાનો વિજય થયો.

History at Motera:ડી કોકનો નવો રેકોર્ડ

આ મેચ દરમિયાન ક્વિન્ટન ડી કોકે સાઉથ આફ્રિકા માટે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન (737 રન) બનાવવાનો રેકોર્ડ એબી ડિવિલિયર્સના નામેથી છીનવી લીધો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Major Blow to AAP in Gujarat: સૌરાષ્ટ્રમાં AAPને મોટો ફટકો: ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલિયા પર લગાવ્યા ગંભીર આરોપ; ભાજપમાં જોડાવાની અટકળો