રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું પરિચય પત્ર રજૂ કરતાં, યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ ગુરુવારે બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાની વાત કરી. તત્કાલિન રાજદૂત કેનેથ જસ્ટરના રાજીનામા બાદ જાન્યુઆરી 2021થી ભારતમાં યુએસ એમ્બેસી એમ્બેસેડર વિના હતી. ગારસેટ્ટીએ કહ્યું- “રાષ્ટ્રપતિ મુર્મુને મારું પરિચય પત્ર રજૂ કરવું અને ભારત પરત ફરવું મારા માટે વિશેષાધિકારની વાત છે. હું બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે ભારતના લોકો સાથે કામ કરવા આતુર છું.”વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.