HomeScience & Technologyટોંગામાં ૭.૬ અને અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ!

ટોંગામાં ૭.૬ અને અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ!

સદનસીબે કોઇપણ પ્રકારની જાનહાનિ નહીં

દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત ટાપુ ટોંગામાં ૭.૬ની તીવ્રતાનો ભયાનક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપ ટોંગાના હિહિફોથી 95 કિ.મી પશ્ચિમ ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની ૨૧૦.૧ કિ.મીની ઊંડાઈ પર નોંધાયું હતું. જોકે, સદનસીબે આ ભૂકંપના કારણે હાલ સુધીમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ હોવાના અહેવાલ સામે આવ્યા નથી. આ ઉપરાંત, અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં પણ 4.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments