Historic Day for Gujarat:ગુજરાત માટે 14 માર્ચ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. અમેરિકામાં જે કામ ઈલોન મસ્કની ‘SpaceX’ કરી રહી છે, તે જ પથ પર હવે અમદાવાદનું સ્ટાર્ટઅપ ‘ઓમસ્પેસ’ (OSRE) આગળ વધ્યું છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ધોલેરાના બાવળિયારી ખાતેથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે.
Historic Day for Gujarat: મિશનની મુખ્ય વિશેષતાઓ:

- સફળ ઉડાન: બપોરે 1 વાગ્યે બાવળિયારીના કામચલાઉ લોન્ચ પેડ પરથી રોકેટે આકાશ તરફ પ્રયાણ કર્યું અને આશરે 3 કિમીની ઊંચાઈ પ્રાપ્ત કરી.
- ટેક્નિકલ ટેસ્ટિંગ: આ લોન્ચિંગ દરમિયાન પ્રોપલ્શન, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવા જટિલ પાસાઓનું સફળ પરીક્ષણ થયું.
- મેક ઇન ઇન્ડિયા: રોકેટની એરફ્રેમ કાર્બન ફાઇબર અને અદ્યતન મટીરિયલનો ઉપયોગ કરીને ઓમસ્પેસની અમદાવાદ સ્થિત લેબોરેટરીમાં જ તૈયાર કરવામાં આવી છે.
Historic Day for Gujarat: ‘ઇન્ફિનિટી વન’ માટે માર્ગ મોકળો

આ સફળતા બાદ હવે ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ‘ઇન્ફિનિટી વન’ ના વિકાસ માટે રસ્તો સાફ થઈ ગયો છે. આ આખું મિશન IN-SPACe (ISRO) ની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એરપોર્ટ ઓથોરિટી અને કોસ્ટ ગાર્ડ જેવા વિભાગોએ પણ સહયોગ આપ્યો હતો.
મહાનુભાવોની ઉપસ્થિતિ

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, સ્થાનિક ધારાસભ્ય કાળુ ડાભી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, આવા પ્રયોગોથી ગુજરાત સ્પેસ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનશે અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
આ પણ વાંચો :રાજકોટ AIIMSના ઇન્ટર્ન ડૉક્ટરનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત: સુસાઈડ નોટમાં ‘મેન્ટલી ડિસ્ટર્બ’ હોવાનો ઉલ્લેખ




