માસૂમ બાળકોના જીવ ગયા તે સાંખી નહીં લેવાય: ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી

0
487
Vadodara Boat Accident
Vadodara Boat Accident

Boat Accident/ Gujarat High Court: વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં 27 લોકોને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે જેમાં 12 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે.

આ મામલો હવે ગુજરાત હોઈકોર્ટ (Gujarat High Court) સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે,’ બેદરકારીના કારણે નિર્દોષ બાળકોના જીવ ગયા તે સાંખી નહીં લેવાય.’ 

Gujarat High Court

ગુજરાતને ફરી મોરબીની ઘટના તાજી થઈ છે. હરણી તળાવ ખાતે ન્યી સનરાઈઝ સ્કૂલના  વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિકનિકમાં ગયા હતા. આ બાદ તળાવમાં બોટિંગ કરતા સમયે બોટ પાણીમાં પલટી ગઈ હતી, જેથી 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા છે.

Gujarat High Court: મુખ્ય ન્યાયાધીશે સ્વીકારી સુઓમોટોની રજૂઆત

આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. હજૂ પણ એક બાળક ગુમ હોવાની વાત સામે આવી છે. ત્યારે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ હાઈકોર્ટમાં સુઓમોટો માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. જે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) સ્વીકારી છે.

આ કરુણ ઘટના બાદ કોર્ટમાં એડવોકેટ એસોસિએશનની રજૂઆત Gujarat High Court એ સ્વીકારી છે. તેમણે કહ્યું કે,  વડોદરા બોટ દુર્ઘટના મામલાનું હાઇકોર્ટ સ્વયં સંજ્ઞાન લેશે.

હાઇકોર્ટના એડવોકેટ એસોસિયેશનના પ્રમુખે હાઈકોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, થોકબંધ લાઈફ જેકેટ હોવા છતા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ન હતા. શાળા સંચાલકોએ કોન્ટ્રાક્ટર પર આરોપ લગાવ્યો હતો કે લાઈફ જેકેટની માંગણી કરી હોવા છતાં અપાયા ન હતા.

તો બીજી તરફ DEOએ પણ શાળાને આ બેદરકારી માટે જવાબદાર ઠેરવતા કહ્યું કે ‘પ્રવાસને લઈને કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. લાઈફ જેકેટ વગર બાળકોને હોડીમાં બેસાડવાની જરૂર ન હતી.’

તપાસ માટે SITની રચના

વડોદરા હોડી દુર્ઘટનાને લઈને પોલીસ કમિશનર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. ઘટનાની તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની 7 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે.

આ સીટમાં જોઈન્ટ CP મનોજ નિનામા SITના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ દુર્ઘટના મામલે 10 દિવસમાં જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ સોંપવામાં આવશે.

18 વિરુદ્ધ ફરિયાદ, બોટ ચલાવનારની ધરપકડ

વડોદરામાં બનેલી આ દુર્ઘટના માટે જવાબદાર એવા 18 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોટ ચલાવનાર નયન ગોહિલ અને બોર્ટના ગાર્ડ અંકિત પરમારની ધરપકડ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના ત્રણ ભીગીદારોની પણ ધરપકડ કરવામાં આવશે. જોકે, કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર છે.

High Court: નિર્દોષ બાળકોના જીવ ગયા તે સાંખી નહીં લેવાય
High Court: નિર્દોષ બાળકોના જીવ ગયા તે સાંખી નહીં લેવાય

ગૂમ બાળકના દાદી બંગલાનું કામ કરીને પિકનિકના પૈસા આપ્યા હતા

વડોદરા દુર્ઘટનામાં એક પરિવારનું બાળક હજુ પણ મળી રહ્યું ન હોવાનો તેમના દાદી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ 2જા ધોરણમાં અભ્યાસ કરતું 7 વર્ષના બાળકનું નામ ક્રિષ્ના સોલંકી હોવાનું સામે આવ્યું છે.

બાળકના દાદી શારદા બાએ જણાવ્યું કે, મારો પૌત્ર ક્રિષ્ના અમીન સોલંકી હજુ પણ મળી રહ્યો નથી. આ બાળકના પિતા હયાત નથી, આથી તે દાદી સાથે રહેતો હતો. બાળકના દાદી બંગલામાં ઘરકામ કરે છે, ત્યાં તેમણે પૈસા ઉપાડીને કિષ્નાને પ્રવાસમાં મોકલ્યો હતો.

દાદી શારદા બાએ વધુમાં જણાવ્યું કે, બાળક મળી રહ્યું ન હોવાથી તે કાલ સાંજના ઘટના સ્થળે ધક્કા ખાઈ રહ્યા છે. આ સાથે જ્યારે શાળાના સંચાલકોને પણ આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મને કોઈ જવાબ આપ્યો નહી. હાલ આ દાદી હરણી તળાવ પહોંચ્યા છે અને તેમના પૌત્રને શોધી રહ્યા છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने