આટલા બધા બાળકોને બેસાડવાની ના પાડી હતી પરંતુ બોટવાળા ભાઈ ના માન્યા….અને પછી એ થયું જેનો વિચાર આવતાની સાથે જ …….  

0
206
BoatAccident
BoatAccident

BoatAccident : વડોદરા હરણી તળાવમાં બોટકાંડમાં કોઈ એકનો વાંક નથી. આ દુર્ઘટનામાં અનેક લોકો જવાબદાર છે. શાળા સંચાલકોથી લઈને એ શિક્ષિકાઓ જે બાળકોને ખુદ તળાવની વચ્ચે મોતના મુખ સુધી લઈ ગઈ, તો એડવેન્ચર પાર્કના સંચાલકોથી લઈને કર્મચારીઓ બધાની જ ભૂલ છે. આ બધાની ઘટના વચ્ચે એક શિક્ષિકાએ સમગ્ર ઘટનાની આંખોદેખી આપવિત્તી જણાવી હતી…જેમણે જણાવ્યું કે અમે બોટમાં આટલા બધા બાળકો બેસાડવાની ના પાડી હોવા છતા બોટ વાળા ભાઈ માન્યા નહોતા.

Harni Lake 5

BoatAccident:  આ ઘટનામાં ઉગરી ગયેલા સ્કૂલના ડ્રોઈંગ શિક્ષિકા દિવ્યાબેન છજાણીએ પોતાની આંખો સામે બોટ પલટી ખાતી અને બાળકોને પાણીમાં ડૂબતા જોયા હતા. તેમનુ કહેવુ હતુ કે, બોટના બે રાઉન્ડ વાગી ચૂકયા હતા. આ બંને રાઉન્ડમાં બોટ ચલાવનારે ક્ષમતા કરતા વધારે સંખ્યામાં બાળકોને નહોતા બેસાડયા  પરંતુ ત્રીજા રાઉન્ડમાં તેણે ચાર શિક્ષકોને અને 23 બાળકોને બેસાડી દીધા હતા.

1 53

BoatAccident : આટલા બધા બાળકોને બેસાડવાની ના પાડી હતી પરંતુ બોટવાળા ભાઈ ના માન્યા ….

BoatAccident : દિવ્યાબેને કહ્યુ હતુ કે, આ પૈકીના લગભગ પંદર બાળકોને બોટના સંચાલકોએ લાઈફ જેકેટ પહેરાવ્યા હતા. બોટ ઓવરક્રાઉડ થઈ રહી હોવાનુ જોઈને મેં અને બીજા શિક્ષકોએ તેમને આટલા બધા બાળકોને બેસાડવાની ના પાડી હતી પણ બોટ ચલાવનારે કહ્યુ હતુ કે, તમે ચિંતા ના કરો…અમારા માટે તો આ રોજનુ છે. એ પછી તેણે બોટનુ એન્જિન સ્ટાર્ટ પણ કરી દીધી હતુ અને બોટ પાણીમાં આગળ વધી ગઈ હતી.

Capture 14

BoatAccident : અમારા ના કહેવા પર પણ બોટવાળા માન્યા નહોતા. હું અને બીજા એક શિક્ષક સામા કિનારા પર જ રહ્યા હતા અને બોટ જ્યારે કિનારા પર પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે જ અચાનક પલટી ખાધી હતી. હું અને બીજા શિક્ષકો તે કિનારા તરફ દોડયા હતા અને 108 તેમજ ફાયર બ્રિગેડને ફોન કરવાની સાથે સાથે બૂમો પાડી હતી અને સ્થાનિક લોકોને બોલાવ્યા હતા. અમે ભેગા થઈને 10 જેટલા બાળકોને બહાર કાઢ્યા હતા.

તેમણે ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, બોટ જ્યારે પલટી ખાઈ રહી હતી ત્યારે બોટ ચલાવનાર પહેલા જ પાણીમાં કુદી ગયો હતો.

તમે આ પણ વાંચી શકો છો

Boat Accident: તંત્રની ઘોર બેદરકારી, ગુજરાતમાં મોરબી બાદ વધુ એક મોટી માનવસર્જિત દુર્ઘટના, જેણે લીધો માસુમ બાળકોનો ભોગ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.