Boat Accident: તંત્રની ઘોર બેદરકારી, ગુજરાતમાં મોરબી બાદ વધુ એક મોટી માનવસર્જિત દુર્ઘટના, જેણે લીધો માસુમ બાળકોનો ભોગ

0
596
Boat Accident: વિદ્યાર્થીઓથી ભરેલી બોટ ડુબી
Boat Accident: વિદ્યાર્થીઓથી ભરેલી બોટ ડુબી

Vadodara Boat Accident : ગુજરાતના વડોદરામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના હરણી તળાવ (Harni Lake) માં બોટ પલટી જતાં 14 નાં મોત નિપજ્યાં છે. જેમાં 2 શિક્ષકો અને 12 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જે સમયે અકસ્માત થયો હતો. તે સમયે બોટમાં 20 વિદ્યાર્થીઓ સાથે ચાર શિક્ષકો હાજર હતા.

તંત્રના આંખ આડા કાન કહો કે તેની ઘોર બેકાળજી સામે આવી છે, આટલા મોટા તળાવમાં જ્યાં સ્કૂલ પિકનિક માટે અવારનવાર બાળકોને લાવવામાં આવે ત્યાં આટલા ઊંડા તળાવમાં જીવના જોખમે એટલે કે કોઈ પણ સિક્યુરિટી વિના, લાઈફ જેકેટ વિના કેવી રીતે બાળકોને બેસાડવામાં આવ્યા..? શું VMC ઘોર નિંદ્રામાં હતું કે તેને આવી બેદરકારી હરણી તળાવમાં ચાલી રહી છે તે અંગે વાકેફ નહિ હોય….? ફક્ત પોતાના માનીતાઓને કોન્ટ્રોક્ટ આપીને તંત્રએ પોતાનો હાથ અધ્ધર કરી દીધા? જેને કોન્ટ્રોક્ટ આપવામાં આવ્યો તે યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તે જોવાની તસ્દી આખરે કોણ લેશે? આખરે જે બાળકો અને શિક્ષકો મૃત્યુ પામ્યા છે એમના મોતના સોદાગર કોણ છે કોન્ટ્રાક્ટર કે તંત્ર..?

મોરબી બાદ આ બીજી મોટી માનવ સર્જિત હોનારત

શું તંત્ર બાળકોના પરિવારના આક્રંદને સમજી શકે એટલી સંવેદનશીલતા દર્શાવીને કડક કાર્યવાહી કરશે. તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે કેમ કે મોરબી બાદ આ ગુજરાતની બીજી મોટી હોનારત છે, જેને અકસ્માતમાં ના ખપાવી શકાય કેમ કે આ તો માનવ સર્જિત હોનારત છે. મોરબીમાં જેને પૂલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેને પૂલ બનાવાનો અનુભવ ન હતો અને જેને બોટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેને બોટ ચલવવાનો અનુભવ ન હતો.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતીનુસર જે વ્યક્તિને બોટ ચલાવવાનો અનુભવ પણ ન હતો, એટલે કે એવા વ્યક્તિના હાથમાં આ બૂલકાઓની જીંદગી સોપવામાં આવી હતી. જે બોટની ક્ષમતા 14 સીટની હતી તેવી બોટમાં 27 બાળકોને ઠૂસીને બેસાડવામાં આવ્યા હતા.

ઘટના બાદ ડાઇવર્સ અને ફાયર ફાઇટર બચાવ કાર્યમાં લાગેલા છે. વડોદરા કલેક્ટર એ.બી.ગોર અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત ઘટના સ્થળે પહોંચી ગયા છે. પ્રાથમિક તપાસમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી બહાર આવી છે. જે બોટ ચલાવતા હતા તેમણે બોટ ચલાવવાનો અનુભવ પણ ન હતો.

Boat Accident: વિદ્યાર્થીઓથી ભરેલી બોટ ડુબી
Boat Accident: વિદ્યાર્થીઓથી ભરેલી બોટ ડુબી

 આ તળાવમાં મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે બોટ (Boat Accident) માં તેની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને કારણે આ અકસ્માત થયો હતો. મૃત્યુઆંક હજુ વધી શકે છે.

Boat Accident: લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યું ન હતું

બોટ પલટી જવાની આ ઘટના (Boat Accident) માં વિદ્યાર્થીઓએ લાઈફ જેકેટ પહેર્યા ન હોવાનું સામે આવ્યું છે. આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે બોટમાં અન્ય કોઈ વ્યવસ્થા નહોતી.

વડોદરાના કલેક્ટર એ.બી.ગોરે જણાવ્યું છે કે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શિલત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. મિસ્ત્રીએ કહ્યું કે અત્યારે સમગ્ર ધ્યાન બચાવ કાર્ય પર છે.

ગૂમ બાળકના દાદી બંગલાનું કામ કરીને પિકનિકના પૈસા આપ્યા હતા

ધોરણ-2 માં અભ્યાસ કરતું 7 વર્ષના બાળકનું નામ ક્રિષ્ના સોલંકી, બાળકના દાદી શારદા બાએ જણાવ્યું કે, આ બાળકના પિતા હયાત નથી, આથી તે દાદી સાથે રહેતો હતો. બાળકના દાદી બંગલામાં ઘરકામ કરે છે, ત્યાં તેમણે પૈસા ઉપાડીને કિષ્નાને પ્રવાસમાં મોકલ્યો હતો. ઘટના બની તેના સાંજ સુધી આ બા ને કઇ જ ખબર ન હતી કે આખરે ક્રિષ્ના છે કે? એ આમથી તેમ પોતાના વહાલસોયા માટે ભટકતા રહ્યા અને આખરે તેમણે હોસ્પિટલમાંથી મળ્યા પોતાના કાળજાના કટકાનો મૃતદેહ…

શું તમે કલ્પના પણ કરી શકો છો આ દાદીના દૂ:ખની..? એ વ્યક્તિની પીડા કેટલી હશે જેમને પોતાના ભૂલકાંઓને આ બેદરકારીના કારણે ખોયા છે..?

હરણી લેક દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ

વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં વકીલ  ઉત્કર્ષ દવેએ જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પગલાં લેવા અને વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એડવોકેટ ઉત્કર્ષ દવે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે પણ પીડિત પરિવારો તરફથી કેસ લડી રહ્યા છે.  

ઓગસ્ટ, 2022માં જ બેદરકારી બદલ થઇ હતી અરજી

માસુમ બાળકો પીકનીક માનવવા ગયા હતા ત્યારે તંત્રને ખબર ન હતી કે,હરણીના લેક ઝોનમાં ચાલતી બેદરકારી તેમનો ભોગ લેશે,જોકે આ દુર્ઘટના માટે જેટલો કોન્ટ્રક્ટર કોઠિયા જવાબદાર છે તેટલું વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર પણ જવાબદાર હોવાનો રોષ છે, સુરસાગર દુર્ઘટનાના મૃતકો માટે વર્ષો સુધી લડત આપનારા જાગૃત નાગરિક – ગ્રાહક સંસ્થાના પી.વી.મુરજાણીએ 2021 અને 2022માં સુરક્ષાના સાધનો વિના બોટીંગ ચાલુ હોવા અંગે કમિશનરને નોટિસ આપી હતી, ત્યારે આજે હોડી દર્ધટનાની તેમની ચિંતા સાચી પડી હતી. જુઓ તેમને ઓગસ્ટ, 2022માં જ આ અંગે અરજી કરી હતી.

6 19
16
4 27
5 19

આ પણ વાંચો : માસૂમ બાળકોના જીવ ગયા તે સાંખી નહીં લેવાય: ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

બચાવ કામગીરી ચાલુ ગુજરાતના મુખ્યમંત્રીએ બોટ પલટી જવાની ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પર તેણે લખ્યું જીવ ગુમાવનારા માસૂમ બાળકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. આ દુઃખના સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હાલ બોટ (Boat Accident) માં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ તળાવ 7 એકરમાં ફેલાયેલું છે અને હરણી તળાવ (Harni Lake) ના બ્યુટીફિકેશનનું કાર્ય 2019માં કરવામાં આવ્યું હતું. કોટિયા કન્ટ્રસ્ટ્રકશન લિમિટેડને આ તળાવનો કોન્ટ્રોક્ટ આપવામાં આવ્યો હતો.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने