Hidden Camera in Girls Hostel: આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમ (ટોયલેટ)માં છુપાયેલા કેમેરા મળી આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપ છે કે કેટલાક વીડિયો કેમેરા (#HiddenCamera) દ્વારા રેકોર્ડ કરીને વેચવામાં આવ્યા હતા. આ ઘટના કૃષ્ણન જિલ્લાના ગુડલાવલેરુ એન્જિનિયરિંગ કોલેજની છે.
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિનીઓને ગુરુવારે સાંજે છુપાયેલા કેમેરાની માહિતી મળી હતી. આ પછી અફડાતફડી મચી ગઈ હતી. આ બાબતે વિદ્યાર્થિનીઓ વિરોધ કરવા લાગી હતી. વિદ્યાર્થિનીઓએ આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Hidden Camera caseમાં ચોથા વર્ષના વિદ્યાર્થીની ધરપકડ
પ્રાપ્ત માહિતી આપી હતી કે બોયઝ હોસ્ટેલના વરિષ્ઠ વિદ્યાર્થી વિજય કુમારની ઘટનાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. તે બી.ટેકના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી છે અને તેનું લેપટોપ જપ્ત કરવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમ (Hidden Camera)માંથી 300થી વધુ તસવીરો અને વીડિયો લીક થયા હતા અને કેટલીક ગર્લ સ્ટુડન્ટ્સે આ વીડિયો વિજય પાસેથી ખરીદ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા બેંગલુરુમાં થર્ડ વેવ કોફીના વોશરૂમમાં એક કેમેરો મળ્યો હતો. આરોપીએ સ્માર્ટફોનને વોશરૂમમાં છુપાવી રાખ્યો હતો. આરોપીએ ફોનને ફ્લાઈટ મોડમાં છુપાવી રાખ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે ફોન એક કર્મચારીનો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો