Vadodara Flood: વડોદરામા આવેલા પુર માનવ સર્જિત નહિ તંત્ર સર્જિત પૂર હોવાનો આક્ષેપ વડોદરાવાસીઓના દ્વારા કરવા આવ્યો છે. વડોદરા શહેરમાં પૂરના પાણીથી નાગરિકો પરેશાન થયા હતા, જેના કારણે શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી. પરંતુ તંત્રની બેદરકારીના કારણે પ્રાણી સંગ્રહાલયમાં મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે શહેરીજનોને જાનમાલને નુકસાન થયું છે. હજી પણ અનેક નવા વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ પાણી, દૂધ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે પણ કલાકો સુધી વલખાં મારવા પડી રહ્યા છે.
Vadodara Flood: કમાટીબાગના 24 પ્રાણીઓના મોત
તંત્રની બેદરકારીના કારણે પ્રાણી સંગ્રહાલયમાં મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કમાટીબાગની પાછળથી જ પસાર થતી નદીના પાણી પ્રાણી સંગ્રહાલયમાં ઘૂસતાં મણિપુરી હરણ, મગર તથા 17 પક્ષીઓના મોત નિપજતાં ઝૂ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
જોકે આ પરિસ્થિતિને થાળે પાડવામાં નિષ્ફળ રહેલા તંત્રની બેદરકારીના કારણે પ્રાણી સંગ્રહાલયના મૂંગા પશુઓ અને પક્ષીઓને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
પાણી ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું
વિશ્વામિત્રી નદીમાં પાણી વડોદરામાંથી ઓસરી (Vadodara Flood) રહ્યા છે, ત્યારે નદીકાંઠાના સૌથી અસરગ્રસ્ત એવા પરશુરામ ભઠ્ઠામાં પણ પાણી ઉતરી ગયા છે. પાણી ઉતરતાં જ ત્યાં ભારે ગંદકી જોવા મળી રહી છે. ગંદકીના ઢગલે ઢગલાથી નરકાગાર જેવા હાલ જોવા મળી રહ્યા છે. પરશુરામ ભઠ્ઠામાં સૌથી પહેલા પાણી ઘૂસ્યા હતા અને ત્યારથી 5 દિવસ સુધી આ વિસ્તાર પાણીમાં ગરકાવ રહ્યો હતો.
VMCએ કરોડોના રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ જ ન કર્યો
વડોદરા પાણીમાં ડૂબ્યું એ માટે તંત્ર જવાબદાર માનવામાં આવી રહ્યા છે. સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસનો આ આક્ષેપ છે કે વર્ષ 2016માં કોર્પોરેશ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્પીડ બોટ સહિતના રેસ્ક્યુ સાધનો ખરીદવામાં આવ્યાં હતા, જે હાલ સયાજીપુરા RTO પાસે મૂકવામાં આવ્યાં છે.
સ્પીડ બોટ સહિતના આ રેસ્ક્યુ સાધનો પાલિકા તંત્ર દ્વાર સંકટ સમયે કે પુર જેવા આફતનાં સમયે ઉપયોગમાં લેવાના હતા, પરંતુ વડોદરા પાણીમાં ડૂબ્યું ત્યારે આ સાધનો અને આ સ્પીડ બોટ સહિતના રેસ્ક્યુ સાધનો ધૂળ ખાતા રહી ગયા. આ 20થી વધુ બોટ અફાતના સમયે કામ કેમ ન લાગી તે મોટો સવાલ છે.
પરંતુ આફત (Vadodara Flood) માં આ સાધનોનો ઉપયોગ કોઈનો જીવ બચાવવા કેમ ન થયો તે મોટો સવાલ છે, બોટ મારફતે પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય હોત અથવા સલામતી માટે પણ આ સાધનો ઉપયોગમાં લાવી શકાયા હોત, પરંતુ તંત્ર દ્વારા આ સાધનોનો ઉપયોગ ન કરાયો તે નવાઈ ને વાત છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો