Hemant Soren Arrested: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.
જો કે આ પહેલા જ સોરેને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સત્તાધારી JMM ના નેતૃત્વવાળા ગઠબંધને નવા રાજ્ય પ્રમુખ તરીકે વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેનના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
Hemant Soren Arrested: ચંપાઈ સોરેન લઇ આજે લઇ શકે છે શપથ
ચંપાઈ સોરેન (Champai Soren) આજે રાજભવનમાં શપથ લઈ શકે છે. રાજ્યપાલે 5.30 વાગે ચંપાઈને બોલાવ્યા છે. આ દરમિયાન ઝારખંડમાં કેટલાક આદિવાસી સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. EDએ હેમંત સોરેનને PMLA કોર્ટમાં રજૂ કર્યા હતા.
હેમંત સોરેન (Hemant Soren) ના રાજીનામા બાદ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
ગુરુવારે તેમણે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાતની સમય માંગી હતી. રાજભવને સાંજે 5.30 વાગે ચંપાઈ સોરેનને ફોન કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ સીએમ પદના શપથ લઈ શકે છે. અહેવાલો અનુસાર કુલ પાંચ લોકો રાજ્યપાલને મળી શકે છે.
EDએ હેમંત સોરેનને PMLA કોર્ટમાં રજૂ , 1 દિવસની કસ્ટડી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં રજૂ કર્યા હતા.
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના કાર્યકારી પ્રમુખ સોરેનની મની લોન્ડરિંગ કેસમાં સાત કલાકની પૂછપરછ પછી બુધવારે રાત્રે ED દ્વારા તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. EDએ ભારે સુરક્ષા વચ્ચે સોરેનને PMLA કોર્ટમાં રજૂ કર્યો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સોરેનને 10 દિવસની કસ્ટડીની અપીલ કરી, પરંતુ PMLA કોર્ટ આ નાગે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.
EDએ ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન (Hemant Soren) ના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. જોકે, દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની આગામી સુનાવણી આવતીકાલે થશે. તમને જણાવી દઈએ કે હેમંત સોરેનને આજની રાત જેલમાં વિતાવવી પડશે. ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના કાર્યકારી પ્રમુખ સોરેનની મની લોન્ડરિંગ કેસમાં સાત કલાકની પૂછપરછ પછી બુધવારે રાત્રે ED દ્વારા તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने