HelicopterCrash : મલેશિયામાં રીહર્સલ દરમ્યાન નેવીના 2 હેલિકોપ્ટર હવામાં જ અથડાયા, 10 ના મોત, LIVE વિડીઓ આવ્યો સામે    

0
64
HelicopterCrash
HelicopterCrash

HelicopterCrash : મંગળવારે મલેશિયામાં નેવીનાં 2 હેલિકોપ્ટર આકાશમાં ટકરાયાં હતાં. અકસ્માતમાં 10નાં મોત થયાં છે. મલેશિયન નેવીએ જણાવ્યું કે રોયલ મલેશિયન નેવી પરેડના રિહર્સલ દરમિયાન આ અકસ્માત થયો હતો. મલેશિયાની નેવીએ કહ્યું કે માર્યા ગયેલા તમામ નેવી ક્રૂ મેમ્બર હતા.

HelicopterCrash:  મંગળવારે સવારે 9.30 વાગ્યે પેરાકમાં લુમુત નેવલ બેઝ પર આ અકસ્માત થયો હતો. તમામ મૃતદેહોને લુમુત આર્મી બેઝની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની ઓળખ કરવામાં આવશે.

HelicopterCrash

HelicopterCrash : આકાશમાં બંને હેલિકોપ્ટર ક્રેશ થયાં


હેલિકોપ્ટરની ટક્કરનો વીડિયો સામે આવ્યો છે. નેવીની 90મી એનિવર્સરી પરેડ માટે રિહર્સલ ચાલી રહ્યું હતું. આ દરમિયાન HOM (M503-3) હેલિકોપ્ટર ફેનેક હેલિકોપ્ટરના રોટર સાથે અથડાયું હતું.

HelicopterCrash : આકાશમાં બંને હેલિકોપ્ટર ક્રેશ થયાં

HelicopterCrash


હેલિકોપ્ટરની ટક્કરનો વીડિયો સામે આવ્યો છે. નેવીની 90મી એનિવર્સરી પરેડ માટે રિહર્સલ ચાલી રહ્યું હતું. આ દરમિયાન HOM (M503-3) હેલિકોપ્ટર ફેનેક હેલિકોપ્ટરના રોટર સાથે અથડાયું હતું.

HelicopterCrash : રોયલ મલેશિયન નૌકાદળની ઉજવણી મુલતવી રાખવામાં આવે તેવી શક્યતા છે

HelicopterCrash


મલેશિયાના સંરક્ષણ પ્રધાન દાતુક સેરી મોહમ્મદ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે લોકોને અકસ્માતનો વીડિયો શેર ન કરવાની અપીલ કરી છે. અકસ્માત બાદ મલેશિયાના રાજા સુલતાન ઈબ્રાહિમે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેણે ઘટનાની તપાસ પર નજર રાખવાની વાત કરી હતી. મલેશિયાના ન્યૂ સ્ટ્રેટ્સ ટાઇમ્સ અનુસાર, હેલિકોપ્ટર દુર્ઘટના બાદ રોયલ મલેશિયન નેવીની 90મી વર્ષગાંઠની ઉજવણી મોકૂફ રાખવામાં આવી શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો