Salman Khan’s house: સલમાન ખાનના ફાયરિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે તાપી નદીમાંથી પિસ્તોલ અને કારતૂસ જપ્ત

0
278
Salman Khan's house: સલમાન ખાનના ફાયરિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે તાપી નદીમાંથી પિસ્તોલ અને કારતૂસ જપ્ત
Salman Khan's house: સલમાન ખાનના ફાયરિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે તાપી નદીમાંથી પિસ્તોલ અને કારતૂસ જપ્ત

Salman Khan’s house: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં વપરાયેલી બંદૂક અને સુરતની તાપી નદીમાંથી કેટલાક જીવતા કારતૂસ કબજે કર્યા છે. પોલીસે તાપી નદીમાંથી બે બંદૂક, 3 મેગેઝીન અને 9 કારતૂસ જપ્ત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસે બે બંદૂક હતી, બંનેએ ફાયરિંગ કરવાનું હતું, પરંતુ એક જ ફાયરિંગ થયું હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 8 થી 10 લોકોની પૂછપરછ કરી છે.

Salman Khan's house: સલમાન ખાનના ફાયરિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે તાપી નદીમાંથી પિસ્તોલ અને કારતૂસ જપ્ત
Salman Khan’s house: સલમાન ખાનના ફાયરિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે તાપી નદીમાંથી પિસ્તોલ અને કારતૂસ જપ્ત

Salman Khan’s house: 14 એપ્રિલના રોજ થયું હતું ફાયરિંગ

14 એપ્રિલે સવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, ફાયરિંગ કરનારા શૂટરો હવે પોલીસની કસ્ટડીમાં છે. ઘટનાને અંજામ આપતી વખતે, બંને શૂટરોએ તેમના ચહેરા છુપાવી દીધા હતા જેથી તેઓ સીસીટીવીમાં ઓળખી ન શકે. બંનેએ તેમના હેલ્મેટ અને પહેરેલી કેપ ઉતારી દીધી હતી, જેના કારણે તેમના ચહેરા નજીકના સીસીટીવીમાં કેદ થયા હતા. તે પોતાની મોટરસાઈકલ માઉન્ટ મેરી ચર્ચ પાસે છોડીને ગયો હતો. બંને આરોપીઓની ધરપકડ કરવામાં મુંબઈ પોલીસને આધાર કાર્ડથી ઘણી મદદ મળી.

પોલીસે બંને શૂટરોને આ રીતે પકડી લીધા

બંને આરોપીઓએ પોતાનો મોબાઈલ ફોન પણ પોતાની પાસે રાખ્યો હતો. આવી સ્થિતિમાં સીસીટીવી અને મોબાઈલ ફોનની વિગતોની મદદથી પોલીસને એક એવા નંબરની જાણ થઈ જેમાંથી અનેક વખત કોલ કરવામાં આવ્યા હતા અને તે નંબરનું લોકેશનની મદદથી પોલીસનું કામ સરળ થઈ ગયું, પોલીસે 36 કલાકમાં જ બંનેને પકડી લીધા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો