Heavy Rains Lash Ahmedabad: ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે. અમદાવાદ શહેરમાં મોડીરાતથી શરૂ થયેલો વીજળીના કડાકાભડાકા સાથેનો વરસાદ સવાર સુધી યથાવત રહ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને SG હાઈવે સહિતના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક તથા અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી.
Heavy Rains Lash Ahmedabad: અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

- બે ઇંચ વરસાદ: સાયન્સ સિટી અને થલતેજ વિસ્તાર.
- એક ઇંચ વરસાદ: વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ઘાટલોડિયા અને ચાંદલોડિયા.
- અડધો ઇંચ વરસાદ: બોપલ, ઘુમા, સરખેજ, જોધપુર, સેટેલાઈટ, વાસણા, નવરંગપુરા, ન્યુ રાણીપ, આશ્રમરોડ, રાણીપ, દુધેશ્વર, મેમકો, શાહપુર, અસારવા અને હંસપુરા.
Heavy Rains Lash Ahmedabad: 11 જિલ્લામાં ‘યલો એલર્ટ’

હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે (27 જુલાઈ) વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 11 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ સરેરાશ વરસાદ સામાન્ય કરતાં 12 ટકા વધુ નોંધાયો છે, જ્યારે એકલા અમદાવાદમાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
Heavy Rains Lash Ahmedabad: શાળાઓ શરૂ કરવા અંગે DEOની મહત્ત્વની સૂચના
શહેરમાં વરસાદી વિરામ બાદ પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી અમદાવાદ શહેર (પૂર્વ અને પશ્ચિમ) જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓ માટે મહત્ત્વની સૂચનાઓ જારી કરવામાં આવી છે:
- વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવું.
- શાળા સંચાલકોએ સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી પોતાની વિવેકબુદ્ધિથી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું.
- શાળા પરિસરમાં પાણી ન ભરાયા હોય અને વાહનવ્યવહાર સુરક્ષિત હોવાની ખાતરી કરવી.
- જો કોઈ પણ પ્રકારનું જોખમ જણાય, તો વિદ્યાર્થીઓની સલામતી માટે તાત્કાલિક નિર્ણય લઈને વાલીઓને સમયસર જાણ કરવી.
Heavy Rains Lash Ahmedabad: 30 જુલાઈથી નવી સિસ્ટમ સક્રિય થશે: ધોધમાર વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ, અગાઉ રાજસ્થાનમાં બનેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ બન્યો હતો. હવે આગામી દિવસોમાં વધુ એક શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ રહી છે:
- બંગાળની ખાડીમાં ‘વેલમાર્ક્ડ લો પ્રેશર’ બનવાની સંભાવના છે, જેની સીધી અસર 30 જુલાઈની આસપાસ ગુજરાતમાં જોવા મળશે.
- 30 જુલાઈ: છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી.
- 1 ઓગસ્ટ: દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કોમનવેલ્થ ગેમ્સ 2026: મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ, ઋષિકાંતે જીત્યો સિલ્વર




