Heavy Rains in Surat: હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની આગાહી (Red Alert) આપવામાં આવી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અને નાગરિકોની સુરક્ષાને સર્વોપરી ગણીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવશ્રી (મહેસુલ) અને રાહત કમિશનરશ્રી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મળેલી બેઠકના સૂચનાનુસાર, માનનીય કલેક્ટર સાહેબ દ્વારા સુરત જિલ્લાના તમામ કારખાનાઓ (Industries/Factories) આજે અને કાલે બંધ રાખવાનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે.
Heavy Rains in Surat: સંબંધિત વિભાગોને કરાયા આદેશ

આ હુકમના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોને જાણ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે નીચેના અધિકારીઓનો સમાવેશ થાય છે:
- જનરલ મેનેજરશ્રી, ડીઆઈસી (DIC)
- નાયબ શ્રમ આયુક્તશ્રી
- નાયબ નિયામકશ્રી, ડીઆઈએસએચ (DISH)
- પ્રાદેશિક અધિકારીશ્રી, જીપીસીબી (GPCB)
- જીઆઈડીસી (GIDC) અને અન્ય સંબંધિત વિભાગો
Heavy Rains in Surat: શ્રમિકોની સુરક્ષાને પ્રાથમિકતા
ભારે વરસાદ અને સંભવિત પૂર કે જળબંબાકાર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં કામદારો કે શ્રમિકોને આવાજવામાં મુશ્કેલી ન પડે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય, તે હેતુસર ઔદ્યોગિક એકમોને બે દિવસ બંધ રાખવા માટે આ કડક આદેશ જારી કરાયા છે.
તંત્ર દ્વારા તમામ ઔદ્યોગિક એકમોના સંચાલકોને આ હુકમનું પાલન કરવા અને સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: મ્યુનિસિપલ કમિશનરની નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ




