HomeGujaratHeavy Rains Batter Gujarat: ગુજરાતમાં મેઘો મંડાયો, ૭ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ઉત્તર...

Heavy Rains Batter Gujarat: ગુજરાતમાં મેઘો મંડાયો, ૭ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ૪૨ હજારથી વધુ લોકોનું સ્થળાંતર

Heavy Rains Batter Gujarat: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ૭ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આગામી ૨૪ કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

પરિસ્થિતિની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી સાંજે ‘સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર’ (SEOC) ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠામાં વધુ વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પહેલેથી જ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪૨,૧૫૮ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

Heavy Rains Batter Gujarat

Heavy Rains Batter Gujarat: ચારણકા સોલર પાવર પ્લાન્ટમાં જળબંબાકાર, કરોડોનું નુકસાન

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલો એશિયાનો સૌથી મોટો ચારણકા સોલર પાવર પ્લાન્ટ ભારે વરસાદના કારણે જળમગ્ન બન્યો છે.

  • પ્લાન્ટમાં પાણી ભરાવાથી ReNew Power, Aditya Birla, Mahindra Teqo, GNFC અને GPCL સહિતની ૩૬ કંપનીઓને મોટો ફટકો પડ્યો છે.
  • સોલર પ્લાન્ટના ઇન્વર્ટર, ટ્રાન્સફોર્મર અને કંટ્રોલ રૂમ જેવા મહત્વના વિદ્યુત ઉપકરણો પાણીમાં ડૂબી જવાથી વીજ ઉત્પાદન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.
  • પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ જ નુકસાનનો સાચો અંદાજ આવશે, પરંતુ પ્રાથમિક ધોરણે કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Heavy Rains Batter Gujarat: છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ?

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૦૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ક્રમવિસ્તાર / તાલુકોવરસાદ (ઇંચમાં)
કપરાડા (વલસાડ)૫.૫૧ ઇંચ
ઓગડ૩.૮૬ ઇંચ
ખેરગામ૩.૩૯ ઇંચ
નડિયાદ૩.૩૧ ઇંચ
નાનાપોંઢા૩.૧૧ ઇંચ

આ ઉપરાંત, અન્ય ૧૩ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે રવિવારે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં ૨૮ તાલુકામાં ૧ મિમીથી લઈને ૧ ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઘટતા તંત્રએ હવે રાહત અને બચાવ કામગીરી તેમજ કેશ ડોલ્સ વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, પ્રહ્લાદ જોશીને સોંપાયો ચાર્જ, NEET પેપર લીક વિવાદમાં 36 દિવસના આંદોલન બાદ મોટો નિર્ણય

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments