ગુજરાતમાં ભારે વરસાદ

0
252
More than 10 inches of rain in 4 talukas of the state
More than 10 inches of rain in 4 talukas of the state

ગુજરાતમાં ભારે વરસાદ

પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ

ગાંધીધામ રેલવે સ્ટેશનમાં પાણી ભરાયા 

લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર

ગુજરાતમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. સ્થિતિ એવી છે કે કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશન અંદર સુધી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંધીધામ રેલવે સ્ટેશનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્ટેશનની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મુશ્કેલી

આપને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અમદાવાદ શહેરમાં વીજળી પડવા અને રસ્તાઓ પર પાણી ભરાયા હોવાના અહેવાલો પણ મળ્યા છે. જેના કારણે શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી લોકોના ઘરોમાં ઘુસી જતાં ભારે હાલાકી સર્જાઈ હતી. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. વરસાદના કારણે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે ગુજરાતના જામનગરમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. નવસારી, જૂનાગઢમાં પણ ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સ્થિતિની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઈને બેઠક યોજી છે. સાથે જ NDRF અને SDRFને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

વાંચો અહીં સંજય રાઉતે ભાજપ પર કર્યા પ્રહાર