માવઠાની આગાહી વચ્ચે સુરત શહેરમાં ભારે ધુમ્મસ

0
85

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરત શહેરમાં ગત રોજથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે સવારથી જ સુરત સહિત જિલ્લામાં ભારે ધુમ્મસ છવાયો છે. સુરતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ભારે ધુમ્મસના પગલે 500 મીટર દૂર દેખાતું જ બંધ થઈ ગયું હતું. ત્યારે ભરઉનાળે સુરત શહેર જિલ્લામાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને લાઈટો ચાલું કરવાની ફરજ પડી હતી. હાઈવે પર પણ વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.