Warm Nights: એક તરફ નૈઋત્ય ચોમાસું આગળ વધી રહ્યું છે. બીજી તરફ ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેટલાક દિવસોથી અમદાવાદમાં હોટ ડે સાથે વોર્મ નાઇટ (Warm Nights)નો અનુભવ લોકો કરી રહ્યાં છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન શહેરનું તાપમાન 45 ડિગ્રીથી વધવાની શક્યતા છે. રાજ્યના અનેક શહેરોમાં રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે.

72
Warm Nights: આજથી 5 દિવસ હીટવેવની આગાહી, લોકોને થશે વોર્મ નાઈટનો અનુભવ

Warm Nights: આજથી 5 દિવસ હીટવેવની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમીનું રોદ્ર સ્વરૂપ જોવા મળશે. હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ આગામી પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ગરમ પવનોથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થશે.જેમાં દિવસે હીટવેવ ઉપરાંત શહેરી વિસ્તારમાં રાત્રે નવ વાગે સુધી વોર્મ નાઇટ (Warm Nights) નો પણ અનુભવ થશે. 

  • અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટ
  • ઓરેન્જ એલર્ટ : સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ અને પોરબંદર
  • યલો એલર્ટ : અમરેલી અને સાબરકાંઠામાં આગામી પાંચ દિવસ
  • રેડ એલર્ટ : આગામી ચાર દિવસ માટે રાજકોટ એલર્ટ
  • વોર્મ નાઇટ : ભાવનગર, અમદાવાદ અને વડોદરા.

અમદાવાદ ઉપરાંત

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વલસાડ, આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢ

જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગે આજે અમદાવાદ માટે રેડ એલર્ટ આપ્યું છે. આ સમયે શહેરનું તાપમાન 45 ડિગ્રી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ કામ સિવાય લોકોને બપોરે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. તેમજ કોર્પોરેશને હીટ એકશન પ્લાન મુજબ દરેક હેલ્થ સેન્ટર પર ORSના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવા માટે સલાહ આપવામાં આવી છે.

4 63
Warm Nights: આજથી 5 દિવસ હીટવેવની આગાહી, લોકોને થશે વોર્મ નાઈટનો અનુભવ

Warm Nights: આ જિલ્લાઓમાં રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેશે

રાજ્યમાં 2 દિવસ સુધી વોર્મ નાઈટ (Warm Nights Warning) ની ચેતવણી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને ભાવનગરનો સમાવેશ થાય છે. રાજ્યામાં પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે ગરમીમાં વધારો જોવા મળશે.

રાજ્યમાં રાત્રે પણ દિવસ જેવી ગરમી અનુભવાઈ રહી છે. ગરમીમાં હીટવેવની સ્થિતિમાં બપોરે 1 થી 4 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે ત્યારે હવે વોર્મ નાઈટના કારણે 8 વાગ્યા પછી પણ બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. રાત્રે પણ બપોરે ફૂંકાતા ગરમ પવનોની અસર દેખાઈ રહી છે.

લૂ લાગવી તથા હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી વધેલી ગરમીના કારણે લૂ લાગવાના તથા હાર્ટ એટેકના કિસ્સાઓ પણ વધ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેમાં વડોદરા અને સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકના કારણે 2 વ્યક્તિના મોત થયા છે. વડોદરામાં લૂ લાગવાના કારણે 2 વ્યક્તિના મોત થયા હોવાનું જાણવા મળે છે. તેમજ સરકારી હોસ્પિટલમાં લૂ લાગવાના અનેક કેસો નોંધાયા છે. જેમાં ઇમરજન્સી સર્વિસ 108ને પણ મળતા કોલની સંખ્યામાં વધારો થયો છે.

અત્રે ઉલ્લખનીય છે કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ ચાર દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં કેટલાક જગ્યાએ હીટવેવની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીગનગર, આણંદ, સુરત, વલસાડ આ સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. અમરેલી અને સાબરકાંઠામાં પાંચ દિવસ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. ચાર દિવસ માટે રાજકોટ પાલિકા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

tb6musjz

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો