Heartbreaking: અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના, ધોરણ-12માં અપેક્ષા કરતાં ઓછા ટકા આવતા નારોલની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

0
116
Heartbreaking
Heartbreaking

Heartbreaking: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-૧૨નું પરિણામ જાહેર કરાયા બાદ શહેરના નારોલ વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પરીક્ષામાં અપેક્ષા કરતાં ઓછા ટકા આવવાના કારણે હતાશામાં સરી પડેલી એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. એક આશાસ્પદ યુવતીના આવા પગલાથી પરિવાર સહિત સમગ્ર શિક્ષણ જગતમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Heartbreaking: પરિવાર તરફથી કોઈ દબાણ ન હતું, છતાં મનમાં લાગી આવ્યું

મળતી વિગતો અનુસાર, આ દુઃખદ ઘટના નારોલના ગંગોત્રી નગર વિસ્તારમાં આવેલા ઉમંગ ફ્લેટમાં બની હતી. ગત ૪થી મેના રોજ બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ, સાંજના પાંચથી છ વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો.

Heartbreaking

ચોંકાવનારી અને વધુ આઘાતજનક બાબત એ છે કે, દીકરીને ઓછા ટકા આવ્યા હોવા છતાં તેના પિતા કે પરિવારે તેને કોઈ ઠપકો આપ્યો ન હતો કે વઢ્યા ન હતા. તેમ છતાં, પોતે ધારેલું પરિણામ ન મેળવી શકતાં વિદ્યાર્થિની માનસિક રીતે ભાંગી પડી હતી અને તેણે મનમાં જ લગાડી દઈને આ અંતિમ પગલું ભરી લીધું હતું.

Heartbreaking: પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. હજુ તો કારકિર્દીના ઉંબરે ઉભેલી દીકરીના અકાળે અવસાનથી માતા-પિતા અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Heartbreaking: રેકોર્ડબ્રેક પરિણામ વચ્ચે કાળી ટીલી

ઉલ્લેખનીય છે કે, ગત ૪થી મેના રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ (Science) અને સામાન્ય પ્રવાહ (General Stream)નું ઐતિહાસિક પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩૩% અને સામાન્ય પ્રવાહનું અભૂતપૂર્વ ૯૨.૭૧% પરિણામ નોંધાયું છે. આટલા ઉત્સાહજનક વાતાવરણ વચ્ચે અમદાવાદની આ ઘટનાએ મોટી કાળી ટીલી લગાવી દીધી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગર્લફ્રેન્ડના મોંઘા શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરતી રાજસ્થાની ગેંગ ઝડપાઈ; 12 બાઇક સાથે 3ની ધરપકડ