ઝડપથી વજન ઘટાડવું છે? 15 દિવસમાં જોવા મળશે ચમત્કાર

0
298
ઝડપથી વજન ઘટાડવું છે? 15 દિવસમાં જોવા મળશે ચમત્કાર
ઝડપથી વજન ઘટાડવું છે? 15 દિવસમાં જોવા મળશે ચમત્કાર

ઝડપથી વજન ઘટાડવું તે વિચાર લગભગ દરેક વ્યક્તિને આવતો હશે. ખાસ કરીને જાહેરાતો વાંચીને ઝડપથી વજન ઘટાડવામાં કેટલાક લોકો પ્રયત્ન પણ કરતા હશે. આયુર્ઉવેદિક ઉપચારો આપણા સ્વાસ્થને સાચવવા ખુબ મદદરૂપ બને છે. જે પ્રમાણે આયુર્વેદિક ઉપચાર માનવ જીવનમાં ખુબ જ સચોટ નિદાન માટે પુરવાર થઇ રહ્યું છે અને સદીઓથી આપણું આયુર્વેદ આપણા રસોડામાં પણ ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ જો યોગ્ય રીતે યોગ્ય માત્રામાં કરવામાં આવે તો આયુર્વેદિક ઉપચારો અસર કારક નીવડે છે . ઝડપથી વજન ઉતારવા આજે કેટલીક ટિપ્સ આજે અહી વાંચવા મળશે જેનાથી ઝડપથી વજન ઘટાડવામાં ચોક્કસ મદદ મળશે.

ઝડપથી વજન ઘટાડવું છે?

1) વહેલી સવારે આદુ અને વરીયાળીનું પાણી, સવારનો સમય 6 થી 7 ની વચ્ચે:- આદુનું પાણી શરીરમાં ચરબીને બાળે છે અને આદુની શરીરના વજન અને પેટની ચરબી પર મહત્વપૂર્ણ અસર થાય છે. તેથી સવારમાં ઊઠીને એક ગ્લાસ ગરમ પાણી કરો અને તેમાં આદુને ક્રશ કરીને નાખો, ત્યાર બાદ પાણીને થોડીક વાર ઉકાળો. ત્યારબાદ તેને ગાળીને ઠંડુ થવા દો અને તેનું સેવન કરો. તેના સિવાય તમે વરિયાળીનું પાણી પણ પિય શકો છો. આ તમારા પાચનતંત્રને મજબૂત કરવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

2) સવારના નાસ્તામાં – પૌવા, સવારમાં 8:30 ની વચ્ચે:- પૌવા વજન ઘટાડવા માટે એક શ્રેષ્ઠ બ્રેકફાસ્ટ છે. કારણ કે આમાં ભારે પ્રમાણમાં ફાઇબર હોય છે. ફાઇબર બાઉલ મુવમેન્ટ માટે ખુબ જ સારું હોય છે. સાથે જ આ વ્યક્તિને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે તેની સાથે પ્રોટીનની પૂર્તિ માટે તમારા ભોજનમાં 50 ગ્રામ પનીર અને હેલ્ધી દૂધ લો. તમે દિવસે મિક્સ ફ્રૂટ બાઉલ અને હળદર વાળું દૂધ લઈ શકો છો. જે વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

3) મિડ મોર્નિંગ એટલેકે સૂરજમુખીના બીજ અને નાળિયેર પાણી, 11 વાગ્યાની વચ્ચે:- સુરજમુખીના બીજમાં ફાઇબરની સારી માત્રા હોય છે અને આ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેથી 11 વાગ્યાની વચ્ચે તમે એક મુઠ્ઠી બીજની સાથે નાળિયેર પાણી લેવું જોઈએ. નાળિયેર પાણી તમને હાઇડ્રેટ રાખે છે.અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

4) લંચ બપોરના જમવામાં -બ્રાઉન રાઈસ પુલાવ અને દાળ 1 વાગ્યાની વચ્ચે :-દિવસમાં બ્રાઉન રાઈસ પુલાવની સાથે પીળી દાળ લો અને તેની સાથે સલાડ અવશ્ય લેવું. તમે તેના સિવાય બીજા અન્ય દિવસોમાં પનીર ભુરજી સાથે એક રોટલી લો. બ્રાઉન રાઈસમાં સફેદ ચોખા જેવા રિફાઇન્ડ અનાજની તુલનામાં વધારે ફાઇબર હોય છે. બ્રાઉન રાઈસ જેવા ફાઇબર યુક્ત આખા અનાજનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

1

5) જમ્યા પછી 4 વાગ્યાની વચ્ચે:- છાસ પ્રોટીન, વિટામિન અને અનેક ખનીજતત્વોથી સમૃદ્ધ હોય છે અને તેમાં કેલેરી અને ચરબીની માત્રા અત્યંત ઓછી હોય છે. છાશ તમને હાઇડ્રેટ અને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. આ એ લોકો માટે ખુબ જ સારું પીણું છે, જે પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે દરરોજ છાશની થોડી માત્રામાં ઉચ્ચ કોલેસ્ટ્રોલના સ્તર વાળા લોકોમા કોલેસ્ટ્રોલ અને ટ્રાયગલીસાઈડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

6) રાત્રે જમવામાં -વેજિટેબલ સૂપ, 7 થી 7:30 ની વચ્ચે:-જો તમે સૂપ ઘરે બનાવી રહ્યા હોય તો તે પૂરી રીતે સ્વસ્થ છે અને વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ છે. તમે વેજીટેબલ સૂપ સાથે ક્લિયર સૂપ, ચિકન સૂપ વગેરે પણ તમારા આહારમાં સામેલ કરી શકો છો. શાકભાજી વાળું સૂપ તમારા ડાઇજેશનને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ત્યારબાદ રાત્રે સુતા પહેલા તમારે સ્પાઇસ ટી કે ગ્રીન-ટી નું સેવન કરવું જોઈએ.

ખાસ નોંધ– આયુર્વેદની માહિતી અલગ અલગ જાણકારો અને આયુર્વેદના પુસ્તકોને આધારે લેવામાં આવી છે. વી આર લાઇવ વાચક મિત્રોએ પોતાની સુઝબુજ અને વિવેક શક્તિથી આયુર્વેદના ઉપચાર , તેની યોગ્ય માત્રા તજજ્ઞ વૈદ્યની સલાહને આધારે કરવો તેવી વિનંતી કરે છે . અહી માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.