વજન ઘટાડવા લીંબુ પાણી પીવાનું બંધ કરો, આ રહ્યા અન્ય હેલ્થી વિકલ્પ

2
61
juice for health
juice for health

વજન ઘટાડવા ઈચ્છતા લોકો દિવસની શરૂઆત સૌપ્રથમ એક ગ્લાસ ગરમ લીંબુ પાણીથી કરવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સવારે સૌપ્રથમ ગરમ લીંબુ પાણી પીવાથી ડિટોક્સિફિકેશન અને વજન ઘટાડવામાં મદદ મળે છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે આ દાવાઓનો કોઈ આધાર નથી. યોગ્ય હાઇડ્રેશન જાળવવા અને લીંબુમાંથી મળતું વિટામીન-સી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે, પરંતુ તે વજન ઘટાડવામાં મદદ કરે છે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

આપણા શરીરમાં કિડની અને લીવર કરવામાં આવતી તેમની પોતાની કુદરતી ડિટોક્સિફિકેશન પ્રક્રિયાઓ હોય છે, અને આ પ્રક્રિયામાં અચાનક વધારો કરી શકે તેવું એક પણ જાદુઈ પીણું કે  ખોરાક નથી. વજન ઘટાડવા માટે સંતુલિત આહાર, નિયમિત શારીરિક પ્રવૃત્તિ ખુબ જરૂર છે.

વજન ઘટાડવા માટે લીંબુ પાણીને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવાના મળતા નથી, ત્યારે પ્રશ્નએ  ઊભો થાય છે કે શું એવા કોઈ પીણાં છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે?.. તો જવાબ છે હા. ખરેખર કેટલાક એવા પીણાં છે જે તમારા વજન ઉતારવાની મુસાફરીમાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમાં કાહવા, એલોવેરાનો રસ, અનાનસનો રસ, સફેદ કોળાનો રસ, નારિયેળ પાણી અને છાશનો સમાવેશ થાય છે.

1. શક્કરિયા :

શક્કરીયાએ તમને સંતોષ આપે છે. તે શરીરમાં રહેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને વજન ઘટાડવાના આપના લક્ષ્યને પામવામાં મદદ કરે છે.

2. સાઇટ્રસ ફળો :

ખાટ્ટા ફળોને સાઇટ્રસ ફળ કહેવામાં આવે છે. લીંબુ, નારંગી અને ટેન્ગેરિન તેમને વધારાના પાઉન્ડ ઘટાડવામાં મદદ કરશે.

3. સૂપ :

સૂપએ આપના પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. લંચ અને ડિનર જેવા ભોજન લેતા પહેલાં સૂપનું સેવન કરવાથી સંતોષ મળે છે, તેનાથી કેલરીની માત્રામાં ઘટાડો થાય છે. વિવિધ સૂપનો ઉપયોગ વ્યક્તિગત પસંદગીનો વિષય છે. સૂપમાં આપ શાકભાજી, માંસ, મસાલા અને જડીબુટ્ટીઓનું મિશ્રણ કરીને અલગ-અલગ રેસીપીથી બનાવી શકો છો.

4. સૂર્યમુખીના બીજ :

પ્રોટીન, વિટામિન બી, મેગ્નેશિયમ, સેલેનિયમ અને વિટામિન ઇ, ફાયબરથી ભરપૂર સૂર્યમુખીના બીજ ભૂખ અને ખોરાકની ઈચ્છાને રોકવામાં ઉત્તમ છે. સૂર્યમુખીના બીજમાં જોવા મળતું વિટામિન E – એક શક્તિશાળી ચરબી-દ્રાવ્ય એન્ટીઑકિસડન્ટ છે, જે ખોરાક ખાવાની લાલચને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

5. મૂળો :

પાણી અને ફાઈબર ભરપૂર, મૂળા તમારું પેટ ભરેલું રાખે છે અને બિનઆરોગ્યપ્રદ નાસ્તાની ખોટી ઇચ્છાઓને ઘટાડે છે. મૂળો અપવાદરૂપે ઓછી કેલરી ધરાવે છે, મૂળના અડધા કપમાં માત્ર 12 કેલરી હોય છે. 

હેલ્થને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો –

ડાયાબિટીસ છે, ચિંતા નહિ આ રહી ચટપટી અને ટેસ્ટી વેજ સલાડ રેસિપિ

રોજ બદામ ખાઓ અને ઉતારો તમારું વજન

આખા ધાણા કરે છે વજન અને સુગર કંટ્રોલ કરવામાં મદદ, જાણો અન્ય ફાયદા

મહિલાઓ માટે વજન ઘટાડવાની 5 સરળ ટિપ્સ, ઝડપથી ઉતરશે વજન

HIV એડ્સની રસીના પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ  


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

2 COMMENTS

Comments are closed.