માનસિક અવસાદ માંથી બહાર કઈ રીતે આવી શકાય ?

0
148

માનસિક અવસાદમાંથી બહાર આવવાના ઘણા ઉપાયો આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે.

શું આપને પણ એકલતાનો અનુભવ થાય છે ?
શું આપને પણ ઉદાસીનતાની અનુભૂતિ થાય છે ?

આયુર્વેદિકના ઉપચારક વૈદ્ય રાજેશ ઠક્કર દ્વારા ઉપાયો અંગે ઉપાયો વિષે આમાં વિસ્તૃત ચર્ચા કરીએ

૧. બ્રાહ્મી : જ્ઞાનની પ્રાપ્તિ કરાવે તે બ્રાહ્મી….

બ્રાહ્મી મનના સત્વને વધારવામાં ઉપયોગી બને છે. જેમ શરીરના દોષ હોય તેમ જ મનના પણ દોષ હોય છે. સત્વ , રજસ અને તમષએ મનના દોષ છે.

જો રજસનું પ્રમાણ વધે છે તો આપને દુખની અનુભૂતિ થાય છે. ત્યારે આપણે સત્વ વધારવા માટે બ્રાહ્મીનો ઉપયોગ કરવો જોઈએ. બ્રાહ્મીના પાંદડાનો રસ પણ આપ લઇ શકો છો. બ્રાહ્મીથી મનની તાકાતમાં વધારો થાય છે.

૨. શંખપુષ્પી : શંખપુષ્પીથી યાદશક્તિમાં વધારો થાય છે.

image 1

૩.જ્યોતિષમતીનો પણ આપ ઔષધ તરીકે ઉપયોગ કરી શકો છો. ગુજરાતીમાં જ્યોતિષમતીને માલકાંગડી કહેવામાં આવી છે. જેને આપ ચટણી તરીકે પણ આરોગી શકો છો અથવા આપ આનું તેલ પણ લઈ શકો છો. આને આપ દૂધ સાથે પણ લઇ શકો છો. આ ઔષધી ગરમ છે. તેથી તેને એમનેમ ન લેવી જોઈએ. આ ઔષધના 8થી 10 ટીપા આપ લઇ શકો છો. આને આપ પતાસા સાથે પણ લઇ શકો છો. બેથી પાંચ દિવસ આ રીતે દવા કરવાથી આપણે સ્ફૂર્તિનો અનુભવ થશે .

માનસિક અવસાદ અંગે માહિતી મેળવવા નિહાળો આ કાર્યક્રમ

માનસિક અવસાદ માટે આપ પંચકર્મ વિદ્યાનો પણ ઉપયોગ કરી શકો છો.