HIV રસીના પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ   

1
79

HIV રસીના પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરુ કરવાની જાહેરાત યુએસની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH)એ કરી છે. નોવેલ VIR-1388 HIV સામે સલામતી અને લોકોમાં વિશિષ્ટ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે જાણીતી છે. VIR-1388 એ રોગપ્રતિકારક તંત્ર T કોષો ઉત્પન્ન કરવા માટે સૂચના આપે છે જે  HIV ને ઓળખી શકે છે અને વાયરસને ક્રોનિક ચેપ લાગતા અટકાવવા રોગપ્રતિકારક કોષોને સંકેત આપે છે. વર્ષ 2030 સુધીમાં એડ્સ જેવા રોગને જડમૂળમાંથી સમાપ્ત કરવાના યુએસ NIH વૈજ્ઞાનિક રીતે પ્રયાસો કરી રહી છે.

HIV રસીની ક્લિનિકલ ટ્રાયલ સાહસી અને HIV ની દવા શોધવાના ધ્યેય તરફનું બીજું પગલું છે, આ રસીમાં સાયટોમેગાલોવાયરસ (CMV) વેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે, વિશ્વમાં CMV વર્ષોથી કેટલાક લોકોના શરીરમાં હાજર છે. CMV સાથે જીવતા મોટાભાગના લોકો કોઈ લક્ષણો અનુભવતા નથી અને તેઓ જાણતા નથી કે તેઓ આ વાયરસ સાથે જીવે છે.

HIV Vaccine Trial scaled e1695316619863

એઇડ્સ સંબંધિત સાયટોમેગાલોવાયરસ (CMV) રેટિનાઇટિસ એઇડ્સ ધરાવતી વ્યક્તિઓમાં આંખની સૌથી ગંભીર સમસ્યા જોવા મળે છે, જે અંધત્વ તરફ પણ લઇ જશે છે.  કેટલાક કિસ્સામાં તે શરીરના વિવિધ ઓર્ગન્સને ખરાબ કરીને મોતનું કારણ પણ બની શકે છે.

સંધિવાના કારણો અને ઉપચાર

રૂટ કેનાલથી દાંતના સડાને દૂર કરો

માત્ર 15 દિવસમાં વજન ઉતારવાના ઉપાય

ડેન્ગ્યુના કેસમાં વધારો, રાખો સાવચેતી

1 COMMENT

Comments are closed.