ચીનના ઈશારે ટુડો ભારતની સામે પડ્યા : કેનેડાના પત્રકારે કર્યો પોલ ખોલી

1
51
ચીનના ઈશારે ટુડો ભારતની સામે પડ્યા : કેનેડાના પત્રકારે કર્યો પોલ ખોલી
ચીનના ઈશારે ટુડો ભારતની સામે પડ્યા : કેનેડાના પત્રકારે કર્યો પોલ ખોલી

ભારત પર ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ લગાવ્યા બાદ કેનેડા હાલ બેકફૂટ પર છે અને વિશ્વના દેશોએ સમર્થન નથી આપ્યું પણ ખુદ કેનેડાના વડાપ્રધાન ટુડો પણ પોતાનીજ જનતા દ્વારા પુછાઈ રહેલા સવાલોના બાણના જવાબ નથી આપી શકતા. કેનેડા સરકારનો વિરોધ પક્ષ પણ અનેક સવાલો કરી રહ્યા છે ત્યારે કેનેડાના પત્રકારે પણ વડાપ્રધાન ટુડો ચીનના ઈશારે કામ કરી રહ્યાછે તેવો દાવો કર્યો અને પોલ ખોલી નાખી. હાલ ભારતના આક્રમક પગલા થી ભલે બેકફૂટ પર કેનેડા સરકાર હોય અને ભારતના સહકારની જરૂર છે તેવા નિવેદનો પણ હવે કેનેડીયન પ્રધાનમંત્રીના ટુડો કરવા લાગ્યા છે લાગ્યા છે ત્યારે ભારત તરફથી કોઈ પ્રકારનું કુણું વલણ હજી સુધી જોવા મળ્યું નથી.

કેનેડાના વરિષ્ઠ પત્રકાર ડેનિયલ બાર્ડમેને કહ્યું કે વડાપ્રધાન જસ્ટીન ટુડોના શબ્દોમાં કોઈ જ તર્ક નથી અને કોઈ પણ નીતિ સ્પષ્ઠ નથી. વધુમાં આ વરિષ્ઠ પત્રકારે કહ્યું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નીજ્જ્રની હત્યાનો આરોપ ખોટો લગાવ્યો હતો. ભારતે આ આરોપોને નકાર્ય હતા. હવે આ ઘટનાક્રમ બાદ કેનેડીયન વિપક્ષી નેતાઓએ પણ વિરોધ શરુ કર્યો છેઅને કેનેડાની મીડિયા પણ કેનેડાના વડાપ્રધાન પર રોષ વ્યક્ત કરી રહી છે. અને આકરી ટીકા કરતા બોર્ડમેને કહ્યું કે જસ્ટીન ટુડોની મોટીવેશન સમજવી મુશ્કેલ છે .આવા ભારત સાથેના પગલાનું કારણ શોધવું પણ મુશ્કેલ છે અને કેનેડાની સરકારની વિદેશનીતિ પર સવાલો ઉઠાવ્યા છે . કેનેડીયન પત્રકારે કહ્યું કે કેનેડીયન વડાપ્રધાન ચીનના પ્રભાવ હેઠળ કામ કરી રહ્યા છે. અને કેનેડામાં ચીનનો એટલો મોટો હસ્ત ક્ષેપ ખુબ ગંભીર પરિણામ લાવશે તેવી ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ એક મોટી કૌભાંડ છે અને જસ્ટીન ટુડોની લિબરલ પાર્ટીને ચીનની કોમ્યુનીસ્ટ પાર્ટી તરફથી મોટું ફંડ પણ મળી રહ્યું છે. આ ખુબ મોટી વાત છે ચીનની આ પ્રકારની દખલગીરી જે કેનેડામાં થઇ રહી છે

આપને જણાવી દઈએ કે પાકિસ્તાનનું કનેક્શન પણ સામે આવ્યું છે અને કેનેડાના પીએમની ભારત પરની શંકા જેમાં ખાલિસ્તાની નેતાઓની હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ છે તેવા નિવેદનો પછી પાકિસ્તાન અને કેનેડામાં રહેતા ખાલિસ્તાનીઓના સંબધોની link  સામે આવી છે. આ ખુલાસામાં પાકિસ્તાની ગુપત્ચાર સંસ્થા આઈ.એસ.આઈ.કેનેડા સ્થિત ખાલિસ્તાની સંઘઠનને અપાયું ફંડ અને તેની ગતિવિધિઓ વધુ મજબુત બનાવવાની અને ફંડિંગ અંગેનો ખુલાસો થયો છે. એટલુજ નહિ કેનેડામાં રહેતા ખાલીસ્તાનીઓના નેતાઓને મોટા પાયે રકમ અલગ અલગ જગ્યાએથી મોટી રકમ ફાળવી છે ત્યારથી ભારત અને કેનેડાના સંબંધોમાં ખટાશ આવી છે . પાકિસ્તાનની નાપાક હરકત જમ્મુ કાશ્મીર અને દેશના લગભગ તમામ રાજ્યોમાં આતંકી ગતિવિધિમાં અનેક વખત જોવા મળી છે ત્યારે કેનેડા સ્થિત ખાલિસ્તાની સમર્થકો સાથે વધુ એક વાર કનેક્શન સામે આવતાજ ભારતીય એજન્સીઓ વધુ સતર્ક થઇ છે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ ભારત સરકાર તરફથી ત્યાના નાગરિકો માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી . આ એડવાઈઝરીમાં ભારતીય સમુદાયના કેનેડામાં રહેતા નાગરિકોને તેમાં પણ ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને સાવચેત રહેવા જણાવ્યું છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.