જાણો શરીરમાં ઓક્સિજનનું સ્તર અને કફ ઉધરસ માટે આયુર્વેદિક ઉપચાર

1
125
જાણો શરીરમાં ઓક્સિજનનું સ્તર અને કફ ઉધરસ માટે આયુર્વેદિક ઉપચાર
જાણો શરીરમાં ઓક્સિજનનું સ્તર અને કફ ઉધરસ માટે આયુર્વેદિક ઉપચાર

ઓક્સિજનનું સ્તર યોગ્ય રાખવા માટે, તાજી હવા લેવી જોઈએ. આ માટે, શ્વાસ લેવાની કસરત કરો કારણ કે તે કુદરતી રીતે તમારા શરીરમાં ઓકિસજનનું સ્તર સુધારે છે. આપણે જેટલું વધુ શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ, તેટલી વધુ તાજી હવા અને ઓક્સિજન આપણામાં જાય છે અને આપણા ફેફસાંને સારી ઉર્જા મળે છે. શ્વાસ લેવાની કસરત આપણા ફેફસાંને મજબૂત બનાવે છે અને તેમની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આ માટે વહેલી સવારે અનુલોમ-વિલોમ અને પ્રાણાયામ આ વિષયના જાણકાર તજજ્ઞ પાસેથી લઈને અચૂક કરવા જોઈએ . આસાથે યોગ્ય આહાર પણ ઓક્સીજનનું સ્તર જાળવવા મહત્વનું કામ કરે છે . જ્યારે શરીરમાં ઓકિસજનની ઉણપને કારણે નબળાઇ આવે છે ત્યારે આયર્ન તેને પૂરી કરે છે. ફેફસાંમાંથી ઓક્સિજનને શરીરના બાકીના ભાગમાં પહોંચાડવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવા માટે આયર્ન પણ એટલું જ જરૂરી છે. આ માટે તમારા આહારમાં સફરજન, કિસમિસ, ગોળ વગેરેનો સમાવેશ કરી શકો છો. તો આ રીતે આયર્નની ઉણપને પણ દૂર કરી શકો છો.

આ માટે વહેલી સવારે અનુલોમ-વિલોમ અને પ્રાણાયામ આ વિષયના જાણકાર તજજ્ઞ પાસેથી લઈને અચૂક કરવા જોઈએ .

શરીરમાં ઓક્સીજન જાળવવા માટે પાણી પણ એટલુજ મહત્વ ધરાવે છે. પાણીમાં ઓક્સિજન હોય છે. ફક્ત પાણી જ તમારી ધણી સમસ્યાઓને દૂર કરી શકે છે. એટલા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ. સાથે હલ્વીન કસરત પણ કરવી જોઈએ . . જો તમે તમારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા માંગતા હોવ તો ચાલતી વખતે શ્વાસ લેતા રહો અને બહાર કાઢો. તેનાથી ખુબ જ  ફાયદો થશે.

જો તમે તમારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા માંગતા હોવ તો ચાલતી વખતે શ્વાસ લેતા રહો અને બહાર કાઢો. તેનાથી ખુબ જ  ફાયદો થશે.

અત્યારે હાલ વરસાદી વાતાવરણમાં પાણીજન્ય રોગ અને કફ શરદી વિગેરે મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે કેટલાક ઉપચાર જે આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે , જો ઉધરસનો વેગ વારંવાર આવી રહ્યો હોય તો, તુલસી અને અરડુસીનો ઉકાળો દિવસમાં ૨ વાર પીવો જોઈએ ચોક્કસ રાહત મળે છે. આ ઉપરાંત સૂંઠ, કાળા મરી અને પીમ્પલામૂળ એક સરભા ભાગે લઇ તેનું ચૂર્ણ બનાવી અડધી ચમચી પાવડર મધ સાથે લેવાથી અથવા તેનો ઉકાળો બનાવીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે. આપણા રસોડામાં લગભગ બધીજ ઔષધી હજાર છે જો તેનો યોગ ઉપયોગ કરવામાં આવે તો  કાળા મરી અને ગોળનો ઉકાળો અથવા આદુ અને ગોળનો ઉકાળો દિવસમાં બે વાર પીવ થી પણ ઉધરસ મટાડી શકાય છે.

ન્યુમોનિયાના લક્ષણો અને તેના ઉપાયોની વાત કરીએ તો 

શ્વાસોશ્વાસમાં મુશ્કેલી થવી જેમ કે શ્વાસ ઝડપી કે ધીમા હોઇ શકે છે

પરસેવો થવો અને કંપારી છૂટવી

ઉધરસ વખતે લોહી નીકળવું

માથાનો દુઃખાવો

તાવ આવવો

ભૂખ ઓછી થવી

થાક લાગવો વિગેરે લક્ષણો આયુર્વેદમાં વર્ણન છે.

ન્યુમોનિયા માટે  આયુર્વેદિક ઉપચાર જોઈએ તો

 ગિલોય ના રસમાં પીપલનું ચૂર્ણ તથા મધ મેળવી પીવાથી ન્યુમોનિયા નો તાવ માટી જાય છે.

અળસીની પેટીસનો શેક કરવાથી ન્યુમોનિયા માં રાહત મળે છે

આદુ પીસીને તેનો રસ રોજ પીવો, એ ન્યુમોનિયામાં ખુબ ફાયદાકારક છે.

ખાસ નોંધ– આયુર્વેદની માહિતી અલગ અલગ જાણકારો અને આયુર્વેદના પુસ્તકોને આધારે લેવામાં આવી છે. વી આર લાઇવ વાચક મિત્રોએ પોતાની સુઝબુજ અને વિવેક શક્તિથી આયુર્વેદના ઉપચાર , તેની યોગ્ય માત્રા તજજ્ઞ વૈદ્યની સલાહને આધારે કરવો તેવી વિનંતી કરે છે . અહી માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.

1 COMMENT

Comments are closed.